Dasaveyaliya 524
Dasaveyāliya: ṭīkānusārī vivecana 524
- Language
- Gujarati
524
‘દશવૈકાલિક’ સૂત્ર–૫૩૪ થી ૫૪૦ [ચૂ-૨/૫૩૪ થી ૫૪૦]
[૫૩૪] કદાચિત્ ગુણોમાં અધિક અથવા ગુણોમાં સમાન નિપુણ સહાયક સાધુ ન મળે તો પાપકર્મોને વર્જિત કરતો, કામભોગોમાં અનાસક્ત રહીને એકલો જ વિચરણ કરે.
[૫૩૫] વર્ષાકાળમાં ચાર માસ અને અન્ય ઋતુઓમાં એક માસ રહેવાનું ઉત્કૃષ્ટ પ્રમાણ છે.
તેથી જ્યાં ચાતુર્માસ કે માસકલ્પ કરેલ હોય ત્યાં બીજા વર્ષે ચાતુર્માસ કે માસકલ્પ રહેવું ન જોઈએ.
સૂત્રનો અર્થ જે પ્રકારે આપે, ભિક્ષુ તે જ પ્રકારે સૂત્રના માર્ગથી ચાલે.
[૫૩૬] જે સાધુ રાત્રિના પહેલા અને છેલ્લા પ્રહરમાં પોતાના આત્મા દ્વારા સંપ્રેક્ષણ કરે છે કે –
મેં શું કરવા યોગ્ય કૃત્ય કરેલ છે?
મારા માટે કયું કૃત્ય બાકી રહેલ છે?
તે કયું કાર્ય છે, જે મારા દ્વારા શક્ય છે, પરંતુ હું પ્રમાદવશ કરતો નથી?
[૫૩૭] શું મારી સ્ખલનાને બીજું કોઈ જુએ છે?
અથવા શું મારી ભૂલને હું સ્વયં જોઉં છું?
અથવા કોઈ સ્ખલના હું તજી નથી રહ્યો?
આ પ્રમાણે આત્માનું સમ્યક્ અનુપ્રેક્ષણ કરતો મુનિ અનાગત કાળમાં કોઈ પ્રકારનો પ્રતિબંધ ન કરે.
[૫૩૮] જ્યાં પ્રતિલેખન, પ્રતિક્રમણ આદિ જે ક્રિયાઓમાં પણ કાયાથી, વાણીથી અથવા મનથી પોતાને દુષ્પ્રયુક્ત જુએ, ત્યાં જ તે ક્રિયામાં ધીર સાધક સ્વયં જલદી અટકી જાય, જેમ જાતિવાન અશ્વ, લગામ ખેંચતા જ શીઘ્ર અટકી જાય છે.
[૫૩૯] જે જિતેન્દ્રિય, ધૃતિમાન, સત્પુરુષના મન, વચન, કાયાના યોગ સદા આવા પ્રકારના રહે છે, તેને લોકમાં પ્રતિબુદ્ધજીવી કહે છે. તે પ્રતિબુદ્ધજીવી જ વાસ્તવમાં સંયમી જીવન જીવે છે.
[૫૪૦] સમસ્ત ઈન્દ્રિયોને સુસમાહિત કરીને આત્માની સતત રક્ષા કરવી જોઈએ.
કેમ કે અરક્ષિત આત્મા જન્મ-મરણની પરંપરાને પ્રાપ્ત થાય છે અને સુરક્ષિત આત્મા બધા દુઃખોથી મુક્ત થઈ જાય છે –
- તેમ હું કહું છું.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit