Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1001

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1001

Language
Gujarati

1001

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૩૮૦ + વિવેચન [૧૬/નિર્યુક્તિ-૩૮૦ + વિવેચન]
દશના નિક્ષેપમાં છ ભેદો જાણવા. તે નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી છે. તેમાં પહેલાં બે સુગમ છે. દ્રવ્ય વિષયમાં દશને વિચારતા દશ પ્રદેશના પરિમાણને જાણવું. તે દશ પ્રદેશિક સ્કંધ કહેવાય છે. કેમકે તે દશ પરિમાણ દ્રવ્યથી નિષ્પન્ન થાય છે. તથા સ્કંધની અવગાહનામાં વિચારતા ક્રમથી દશ પ્રદેશ અવગાઢ ક્ષેત્ર તે દશ કહેવાય, સ્થિતિમાં દશ સમય સ્થિતિક તે જ કાળદશ કહેવાય. - X - પર્યાય દશ સંખ્યત્વથી વિવસિત ભાવદશ ક્ષયમાં જે પર્યાય છે તે કહે છે – જેમકે જીવ પર્યાયની વિવક્ષામાં કષાય આદિ, અજીવ પર્યાય તે પુદ્ગલ સંબંધી વર્ણાદય છે.

Linked texts (1)