Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1005

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1005

Language
Gujarati

1005

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૩૮૫ + વિવેચન [૧૬/નિર્યુક્તિ-૩૮૫ + વિવેચન]
નામસ્થાન તે પ્રસિદ્ધ છે. સ્થાપના સ્થાન તે જે જે ગુણથી યુક્ત હોય, જે આચાર્યાદિ પદમાં સ્થપાય છે, તે જ જેમાં રહેલ હોય તે સ્થાન તે સ્થાપના સ્થાન કહે છે. દ્રવ્યસ્થાન તે આકાશ. એમાં જ જીવાદિ દ્રવ્યો રહે છે. ક્ષેત્રસ્થાન પણ આકાશ જ છે - X - અદ્ધાસ્થાન તે અઢી દ્વીપ સમુદ્ર રૂપ સમય ક્ષેત્ર, તેમાં જ સમય, આવલિકાદિ ઉપલક્ષિત અદ્ધાકાળની સ્થિતિ છે. ઉર્ધ્વસ્થાન જેમાં ઉર્ધ્વ રહે તે કાયોત્સર્ગ. ઉપરતિ સ્થાન - સર્વ સાવદ્યની વિરતિ પામે. વસતિ સ્થાન - સ્ત્રી, પંડક આદિ દોષ રહિત યતિનો નિવાસ. સંયમ સ્થાન - શુભ શુભતર અધ્યવસાય વિશેષ. જેમાં સંયમની અવસ્થિતિ છે. પ્રગ્રહસ્થાન - જેમાં આયુધના ગ્રહણ થાય તે સ્થાન. યોધસ્થાન - આલીઢ, પ્રત્યલીઢ આદિ. અચલ સ્થાન - જેમાં જરા પણ ચલન ન સંભવે, તે મુખ્યતાથી મુક્તિ જ છે. ગણના સ્થાન - જ્યાં એકથી શીર્ષ પ્રહેલિકા સુધીની ગણના થાય છે. સંઘણ સ્થાન - જે દેશમાં ત્રુટિત મુક્તાવલી આદિ એકત્વ રહે છે અને ભાવસ્થાન - ઔદયિકાદિ ભાવોનું યથાસ્વમ અવસ્થાન છે.
નામ નિષ્પન્ન નિક્ષેપ કહ્યો. હવે સૂત્રાનુગમમાં સૂત્ર કહે છે. તે આ –

Linked texts (1)