Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1007

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1007

Language
Gujarati

1007

વિવેચન–૫૧૧
મેં સાંભળેલ છે, હે આયુષ્યમાન્‌! તે ભગવંતે આ પ્રમાણે કહેલ છે. આ ક્ષેત્ર કે પ્રવચનમાં સ્થવીર - ગણધરો વડે, પરમ ઐશ્વર્યાદિ યુક્ત ભગવંતે દશ બ્રહ્મચર્ય સમાધિ સ્થાનો પ્રરૂપેલ છે એટલે અમે અમારી બુદ્ધિથી નહીં કહેતા પણ ભગવંતે પણ આ પ્રમાણે કહેલ છે, મેં સાંભળેલ છે, તેથી અહીં અનાસ્થા ન કરવી. તેને જ વિશેષિત કરે છે.
જે બ્રહ્મચર્ય સ્થાનોને ભિક્ષુ શબ્દથી સાંભળે તેને જ અર્થથી અવધારે છે. સંયમ - આશ્રવ વિરમણાદિ ઘણી સંખ્યામાં થાય તે રીતે. તેમાં સંયમબહુલ - વિશુદ્ધ, વિશુદ્ધતર સંયમ ફરી-ફરી કરે. અથવા પ્રભૂત સંયમ જેને છે તે બહુલસંયમ. તેથી જ સમાધિ - ચિત્ત સ્વાસ્થ્ય, તેની બહુલતા તે બહુલ સમાધિ. ગુપ્ત - મન, વચન, કાયાથી ગુપ્ત. ગુપ્તપણાથી જ ગુપ્ત વિષય પ્રવૃત્તિથી રક્ષિત શ્રોત્રાદિ ઈન્દ્રિયો જેના વડે છે તે. તે નવ ગુપ્તિના સેવનથી બ્રહ્મચર્ય આચરવાના શીલવાળા તે ગુપ્ત બ્રહ્મચારી. સદા સર્વકાળ પ્રમાદ રહિત વિચરે અર્થાત્‌ અપ્રતિબદ્ધ વિહારપણાથી વિચરે.
આ સંયમ બહુલત્વ આદિ દશ બ્રહ્મચર્ય સમાધિ સ્થાનનું ફળ કહ્યું. કેમકે તેનો તેની સાથે અવિનાભાવિત્વથી સંબંધ છે.

Linked texts (2)