Uttarajjhayana 1014
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1014
- Language
- Gujarati
1014
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૫૧૫ [૧૬/૫૧૫]
જે સ્ત્રીઓની મનોહર અને મનોરમ ઈન્દ્રિયોને જોતો નથી. તેના વિષયમાં ચિંતન કરતો નથી, તે નિર્ગ્રન્થ છે. એમ કેમ? જે નિર્ગ્રન્થ સ્ત્રીઓની મનોહર અને મનોરમ ઈન્દ્રિયોને યાવત્ ધ્યાન કરતો રહે છે, તેના બ્રહ્મચર્યમાં શંકા, કાંક્ષા, વિચિકિત્સા ઉત્પન્ન થાય છે. ભેદ પ્રાપ્ત થાય છે. તે ઉન્માદને પામે છે, રોગાતંક થાય છે, કેવલિપ્રજ્ઞપ્ત ધર્મથી ભ્રષ્ટ થાય છે. તેથી નિર્ગ્રન્થોએ સ્ત્રીઓની ઈન્દ્રિયોનું ચિંતન કરવું ન જોઈએ.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit