Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1024

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1024

Language
Gujarati

1024

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૫૨૦ [૧૬/૫૨૦]
જે શરીરની વિભૂષા કરતો નથી, તે નિર્ગ્રન્થ છે. એમ કેમ? આચાર્ય કહે છે – જે વિભૂષા નિમિત્તે શરીરની વિભૂષા કરે છે, તેથી તે સ્ત્રીજનોને અભિલષણીય થાય છે. તેથી સ્ત્રીઓ દ્વારા ઈચ્છાતા તે બ્રહ્મચારીના બ્રહ્મચર્યમાં શંકા, કાંક્ષા, વિચિકિત્સા થાય છે. તેના બ્રહ્મચર્યનો વિનાશ થાય છે, ઉન્માદને પામે છે, દીર્ઘકાલિક રોગાતંક થાય છે અથવા કેવલી પ્રજ્ઞપ્ત ધર્મથી ભ્રષ્ટ થાય છે. તેથી નિર્ગ્રન્થોએ વિભૂષા અનુપાતી થવું ન જોઈએ.

Linked texts (1)