Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1025

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1025

Language
Gujarati

1025

વિવેચન–૫૨૦
વિભૂષા - શરીર અને ઉપકરણ આદિમાં, સ્નાન ધાવનાદિ વડે સંસ્કાર, તેના અનુપાતી, અર્થાત્‌ તેના કર્તા થાય છે. તેમ ન કરે તે નિર્ગ્રન્થ છે. તે કેમ?
વિભૂષા કરવાના સ્વભાવવાળા તે વિભૂષાવર્તિક તે કઈ રીતે? અલંકૃત, સ્નાનાદિ વડે સંસ્કૃત શરીર જેનું છે. તે વિભૂષિત શરીરી, તથા તે યુવતીને પ્રાર્થનીય થાય છે. તેનાથી શો દોષ? સ્ત્રીજનના અભિલાષને યોગ્ય થવાથી - પ્રાર્થનીય થવાથી બ્રહ્મચારીના પણ બ્રહ્મચર્યમાં શંકા થાય છે કે - આ રીતે પ્રાર્થના કરાતો હોવાથી સ્ત્રીનો ઉપભોગ કરતો હોવો જોઈએ. ભાવિમાં પણ શાલ્મલી વૃક્ષને આશ્લેષાદિ નરકના વિપાકો રૂપ કષ્ટો થાય. હવે દશમું સ્થાન –

Linked texts (2)