Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1026

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1026

Language
Gujarati

1026

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૫૨૧ [૧૬/૫૨૧]
જે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શમાં આસક્ત થતો નથી તે નિર્ગ્રન્થ છે. એમ કેમ? આચાર્ય કહે છે – જે શબ્દાદિમાં આસક્ત રહે છે, તે બ્રહ્મચારીના બ્રહ્મચર્યમાં શંકા, કાંક્ષા કે વિચિકિત્સા થાય છે અથવા બ્રહ્મચર્યનો વિનાશ થાય છે, ઉન્માદ ઉત્પન્ન થાય છે, દીર્ઘ કાલિક રોગાતંક થાય છે અથવા તે કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. તેથી નિર્ગ્રન્થ શબ્દાદિ પાંચમાં આસક્ત ન બને.
આ બ્રહ્મચર્ય સમાધિનું દશમું સ્થાન છે. અહીં શ્લોકો છે –

Linked texts (1)