Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1028

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1028

Language
Gujarati

1028

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૫૨૨ થી ૫૩૧ [૧૬/૫૨૨ થી ૫૩૧]
[૫૨૨] બ્રહ્મચર્યની રક્ષાને માટે સંયમી એકાંત, અનાકીર્ણ અને સ્ત્રીઓથી રહિત સ્થાનમાં રહે.
[૫૨૩] બ્રહ્મચર્યમાં રત ભિક્ષુ મનમાં આહ્લાદ ઉત્પન્ન કરનારી, કામરાગ વધારનારી સ્ત્રીકથાનો ત્યાગ કરે.
[૫૨૪] બ્રહ્મચર્યરત ભિક્ષુ સ્ત્રીઓ સાથે પરિચય તથા વારંવાર વાર્તાલાપનો સદા પરિત્યાગ કરે.
[૫૨૫] તે ભિક્ષુ ચક્ષુ ઈન્દ્રિય ગ્રાહ્ય સ્ત્રીઓના અંગ-પ્રત્યંગ, સંસ્થાન, બોલી તથા કટાક્ષ દર્શનનો ત્યાગ કરે.
[૫૨૬] બ્રહ્મચર્ય રત ભિક્ષુ શ્રોત્રેન્દ્રિય ગ્રાહ્ય સ્ત્રીઓના કૂજન, રોદન, ગીત, હાસ્ય, ગર્જન અને કુંદન ન સાંભળે.
[૫૨૭] બ્રહ્મચર્યમાં રત ભિક્ષુ, દીક્ષાથી પૂર્વ જીવનમાં સ્ત્રીઓ સાથે અનુભૂત હાસ્ય, ક્રીડા, રતિ, અભિમાન અને આકસ્મિક ત્રાસનું ક્યારેય અનુચિંતન ન કરે.
[૫૨૮] બ્રહ્મચર્યરત ભિક્ષુ જલદીથી કામવાસનાને વધારનાર પ્રણીત આહારનો સદા પરિત્યાગ કરે.
[૫૨૯] તે ચિત્ત સ્થિરતાને માટે ઉચિત સમયમાં ધર્મ મર્યાદાનુસાર પ્રાપ્ત પરિમિત ભોજન કરે, પણ માત્રાથી અધિક ગ્રહથ ન કરે.
[૫૩૦] બ્રહ્મચર્ય રત ભિક્ષુ વિભૂષાનો ત્યાગ કરે. શૃંગારને માટે શરીરનું મંડન ન કરે.
[૫૩૧] શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ પાંચ પ્રકારના કામ-ગુણોનો સદા ત્યાગ કરે.

Linked texts (1)