Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1029

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1029

Language
Gujarati

1029

વિવેચન–૫૨૨ થી ૫૩૧
દશ સૂત્રો છે – વિવિક્ત એટલે રહસ્યભૂત, તેમાં જ સ્ત્રી આદિના અભાવથી વસે. અનાકીર્ણ - અસંકુલ, તે-તે પ્રયોજનથી આવેલ સ્ત્રી આદિ અનાકુળપણાથી, રહિત - અકાદચારી વંદનાદિ નિમિત્તે આવનાર સ્ત્રીજનને તજેલ. - X - X -
ઉક્ત રૂપ બ્રહ્મચર્યના પાલન નિમિત્તે આશ્રય કરે. - X - X - મન - ચિત્ત, તેનો પ્રહ્લાદ, અહો! આ અભિરૂપા છે, ઈત્યાદિ વિકલ્પજન્ય આનંદ, તેને ઉત્પન્ન કરતી, તે મનઃ પ્રહ્લાદ જનની, તેથી જ વિષય આસક્તિને વિશેષથી વધારતી એવી કામરાગ વર્દ્ધિની તેવી સ્ત્રીકથાનો ત્યાગ કરે.
સંસ્તવ - સહ પરીચય, સ્ત્રી સાથે બેસવું, એક આસને રહેવું, તેણીની સાથે સતત વાતો કરવા રૂપ, તે પણ નિત્ય અને વારંવાર.
અંગ - મસ્તક વગેરે, પ્રત્યંગ - સ્તન, બગલ આદિ, સંસ્થાન - આકાર વિશેષ અથવા અંગ, પ્રત્યંગનું સંસ્થાન - આકાર વિશેષ. શોભન બોલવું વગેરે, તેના સહગત મુખાદિ વિકાર રૂપ. પ્રેક્ષિત - અર્ધ કટાક્ષાદિ આ બધું, બ્રહ્મચર્યરત પુરુષ ચક્ષુ વડે ગ્રહણ કરે છે, તેથી ચક્ષુ ગ્રાહ્ય થઈને વર્જન કરે. અર્થાત્‌ ચક્ષુ વડે જ રૂપનું ગ્રહણ અવશ્ય થાય તેથી તેના દર્શનનો પણ પરિહાર કરવો જોઈએ. પરંતુ રાગ વશ થઈને તેને વારંવાર જોવી જોઈએ નહીં. કેમકે ચક્ષુ સમક્ષ આવેલ તેણીના રૂપને ન જોવાનું શક્ય નથી, પણ તેમાં થતાં રાગ-દ્વેષનો ત્યાગ કરવો જોઈએ.
હાસ્ય સૂત્રમાં – રતિ - સ્ત્રીના સંગમાં જન્મેલી પ્રીતિ, દર્પ - મનસ્વિનીના માનભંગથી ઉત્પન્ન ગર્વ. સહસા અવત્રાસિત એટલે પરાંગ્મુખ થવું, આંખનું સ્થગન, મર્મઘટ્ટનાદિથી ત્રાસોત્પાદન. - X -.
પ્રણીત સૂત્ર – મદ એટલે કામનો ઉદ્વેગ, તેની વૃદ્ધિ કરવી. આ કામવૃદ્ધિના હેતુનો વિશેષથી ત્યાગ કરવો.
ધર્મ વડે એષણીય, ગૃહસ્થ પાસેથી પ્રાપ્ત, પોતે રાંધેલ નહીં. ધર્મના હેતુથી અથવા ધર્મલાભ વડે પામેલ. - X - ધર્મ - ઉત્તમ ક્ષમાદિ રૂપ, તેને પામીને. ‘આ કઈ રીતે મારું’ એમ નિરતિચાર થાય. આગમમાં કહેલ પ્રમાણાદિ યુક્ત આહાર, યાત્રાર્થે - સંયમના નિર્વાહણ અર્થે, પણ રૂપાદિને માટે આહાર ન કરે. તે પણ ચિત્ત સ્વાસ્થ્ય માટે કરે, રાગ-દ્વેષને વશ થઈને ન ભોગવે. માત્રાને અતિક્રમીને ન ખાય. અથવા મર્યાદાને ઓળંગીને આહાર ન કરે. - X - કોણ? જે બ્રહ્મચર્યરત છે તે. સર્વકાળ, કેમકે - ક્યારેક પણ કારણથી અતિમાત્રાથી આહાર અદુષ્ટ છે.
વિભૂષા - ઉપકરણની, ઉત્કૃષ્ટ વસ્ત્રાદિ રૂપ વિભૂષાનો ત્યાગ કરે. વાળ - દાઢી આદિને સંવારવા રૂપ શરીર પરિમંડનનો પણ ત્યાગ કરે. અર્થાત્‌ બ્રહ્મચર્ય રત સાધુ શૃંગારાર્થે ન ધારણ કરે.
શબ્દ સૂત્રમાં કામ - ઈચ્છા મદન રૂપ, ગુણ - સાધનભૂત કે ઉપકારક. કામગુણો રૂપ જે શબ્દાદિ છે તે.
હવે પૂર્વે જે કહ્યું કે શંકા આદિ થાય, તેને દૃષ્ટાંતથી કહે છે –

Linked texts (2)