Uttarajjhayana 1031
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1031
- Language
- Gujarati
1031
વિવેચન–૫૩૨ થી ૫૩૪
સૂત્ર સુગમ છે. વિશેષ આ – સંસ્તવ એટલે પરીચય. તે અહીં પણ એક આસને બેસવાથી લેવો. કૂજિતથી હસિત સુધી ભીંત આદિના અંતરે રહીને ન સાંભળવા રૂપ લેવા. સ્ત્રી સાથેના ભુક્તાદિ ભોગોનું સ્મરણ. તેમાં ભુક્ત - ભોગરૂપ, આસિત - તે સ્ત્રી આદિ સાથે રહીને. શરીર વિભૂષાની ઈચ્છા, અહીં ઈચ્છાનો પણ નિષેધ છે, કરવાની તો વાત જ ક્યાં રહી? કામના કરાય તે કામ અને ભોગવાય તે ભોગો. સંક્ષેપથી શબ્દાદિ ચેષ્ટા. વિષ - સામાન્ય ઝેર, તાલપુટ - જલદીથી ઘાત કરનાર, જે હોઠમાંથી અંદર મૂકતાં તાલ માત્ર કાળના વિલંબથી મૃત્યુ ઉપજાવે છે. તેનો અર્થ આ છે – જેમ આ ઝેર આદિ વિપાકથી દારુણ છે, તેમ સ્ત્રીજનથી આકીર્ણ આલય આદિ પણ દારુણ વિપાકી છે. શંકાદિ કરવાથી સંયમરૂપ ભાવ જીવિતનો પણ નાશનો હેતુ છે. હવે તેનું નિગમન કરતાં કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati