Uttarajjhayana 1039
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1039
- Language
- Gujarati
1039
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૩૮૭ થી ૩૮૯ + વિવેચન [૧૭/નિર્યુક્તિ-૩૮૭ થી ૩૮૯ + વિવેચન]
પાપ વિષયક છ પરિમાણ છે – નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી નિક્ષેપ કરવો. તેમાં નામ અને સ્થાપના સુગમ છે. દ્રવ્યથી વિચારતા આગમથી જ્ઞાતા છે પણ અનુપયુક્ત છે. નોઆગમથી તદ્વ્યતિરિક્ત કહે છે – સચિત્ત, અચિત્ત, મિશ્ર. તેમાં સચિત્ત દ્રવ્ય પાપ જે દ્વિપદ, ચતુષ્પદ, અપદમાં અસુંદર, અચિત્ત દ્રવ્ય પાપ તે જ જીવરહિત ૮૪ પાપ પ્રકૃતિ કે હવે કહેવાનાર. મિશ્ર દ્રવ્ય પાપ તથાવિધ દ્વિપદાદિ જ અશુભ વસ્ત્રાદિ યુક્ત, અથવા તેના શરીરનો જીવ વિયુક્ત કે દેશ-નખ, કેશ આદિ. - X - X -. અથવા પાપપ્રકૃતિ યુક્ત પ્રાણીને પણ મિશ્રદ્રવ્ય પાપ કહે છે.
ક્ષેત્ર વિચારણામાં પાપ - નરકાદિ પાપ પ્રકૃતિના ઉદય વિષયભૂત, જે ક્ષેત્રમાં તેનો ઉદય થાય. કાલ પાપ - દુષ્ષમાદિ, જેમાં કાલાનુ-ભાવથી પ્રાયઃ પાપોદય જ પ્રાણીને થાય છે. આદિ શબ્દથી બીજા કાળમાં જ્યાં કોઈ પ્રાણીને તેનો ઉદય થાય. ભાવ પાપ - અનંતર કહેવાનાર હિંસા-પ્રમાદયોગથી પ્રાણનું વ્યપરોપણ. મૃષા - અસત્ અભિધાન. ચોરી - સ્તૈન્ય, અબ્રહ્મ - મૈથુન, પરિગ્રહ - મૂર્ચ્છારૂપ. ગુણ - સમ્યગ્ દર્શનાદિ, તેના વિપક્ષ રૂપ તે અગુણ - મિથ્યાત્વ આદિ. - X - તેને આ અધ્યયનમાં કહે છે.
શ્રમણ વિષયક પણ ચાર નિષેપા છે - નામ, સ્થાપના ગૌણ છે. દ્રવ્યમાં નિહ્નવ આદિ. પ્રશસ્ત જ્ઞાનવાન્, સદનુષ્ઠાન પ્રવૃત્તિથી સમ્યક્, યમન - પાપસ્થાનોથી ઉપરમણ, સંયમ કે ચારિત્ર સહિત હોય તેને ભાવથી શ્રમણ જાણવો. હવે પ્રસ્તુતમાં યોજના કહે છે –