Uttarajjhayana 1050
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1050
- Language
- Gujarati
1050
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૫૪૪ થી ૫૫૨ [૧૭/૫૪૪ થી ૫૫૨]
[૫૪૪] જે પ્રાણી બીજ અને વનસ્પતિનું સંમર્દન કરે છે, જે અસંયત હોવા છતાં પોતાને સંયત માને છે, તે પાપશ્રમણ કહેવાય.
[૫૪૫] જે સંથારો, ફલક, પીઠ, નિષદ્યા, પાદકંબલના પ્રમાર્જન કર્યા વિના જ તેના ઉપર બેસે છે, તે પાપશ્રમણ કહેવાય છે.
[૫૪૬] જે જલદી ચાલે છે, પુનઃ પુનઃ પ્રમાદાચરણ કરે છે, જે મર્યાદાઓનું ઉલ્લંઘન કરે છે, જે ક્રોધી છે, તે પાપશ્રમણ કહેવાય.
[૫૪૭] જે પ્રમત્ત થઈને પડિલેહણ કરે છે, જે પાત્ર અને કંબલને જ્યાં-ત્યાં રાખી દે છે, પડિલેહણમાં અનાયુક્ત છે, તે પાપશ્રમણ કહેવાય છે.
[૫૪૮] જે અહીં-તહીંની વાતોને સાંભળતો પ્રમત્ત ભાવથી પડિલેહણ કરે છે, ગુરુની અવહેલના કરે છે, તે પાપશ્રમણ કહેવાય.
[૫૪૯] જે ઘણો માયાવી, વાચાળ, ઘીટ્ઠો, લોભી કે અતિગ્રહી છે, અસંવિભાગી છે, ગુરુ પ્રતિ પ્રેમ નથી રાખતો, તે પાપશ્રમણ કહેવાય છે.
[૫૫૦] જે વિવાદને ઉદીરે છે, અધર્મમાં પોતાની પ્રજ્ઞાને હણે છે, કદાગ્રહ અને કલહમાં વ્યસ્ત છે, તે પાપશ્રમણ કહેવાય છે.
[૫૫૧] જે અસ્થિરાસન કરે, કૌકુત્ચ્ય કરે, જ્યાં-ત્યાં બેસે છે, આસન ઉપર બેસવામાં અનાયુક્ત છે, તે પાપશ્રમણ કહેવાય છે.
[૫૫૨] જે રજલિપ્ત પગ સાથે સૂઈ જાય છે, શય્યાનું પ્રમાર્જન ન કરે, સંથારામાં અનાયુક્ત રહે, તે પાપશ્રમણ કહેવાય છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit