Uttarajjhayana 1051
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1051
- Language
- Gujarati
1051
વિવેચન–૫૪૪ થી ૫૫૨
(સૂત્રાર્થ સ્પષ્ટ હોવાથી, અહીં વૃત્તિમાં કહેલ વિશિષ્ટ શબ્દોની જ અમે નોંધ કરેલ છે. આ નોંધ ક્રમશઃ ૫૪૪ થી ૫૫૨ સૂત્રોની છે.)
સંમર્દન - હિંસા કરતો, પ્રાણના યોગથી પ્રાણી - બેઈન્દ્રિયાદિ. બીજ - શાલિ આદિ. હરિત - દૂર્વા આદિ. ઉપલક્ષણથી બધાં એકેન્દ્રિયો લેવા. પોતાને સંયત માને, આના વડે આ લોકોને સંવિગ્ન પાક્ષિકત્વ પણ નથી. તેમ કહ્યું.
સંસ્તાર - કંબલ આદિ, ફલક - ચંપક પટ્ટાદિ, પીઠ - આસન, નિષદ્યા - સ્વાધ્યાય ભૂમિ આદિ, જેમાં બેસાય છે. પાદકંબલ - પાદપુંછન, અપ્રમૃજ્ય - રજોહરણાદિ વડે શોધ્યા વિના, ઉપલક્ષણત્વથી પ્રત્યુપેક્ષા કર્યા વિના.
દવદવ - જલદી જલદી, તથાવિધ આલંબન વિના પણ ત્વરિત ચાલે. ગોચર ચર્યાદિમાં પરિભ્રમણ કરે છે. પ્રમત્ત - પ્રમાદવશ થાય છે. ઉલ્લંઘન - બાલાદિને ઉચિત પ્રતિપત્તિકરણ છતાં ઉલ્લંઘે, ચંડ - ક્રોધ અથવા પ્રમત્ત - ઈર્યા સમિતિમાં અનુપયુક્ત, મર્યાદાઓનો ઉલ્લંઘક.
પડિલેહણ - પ્રમાદી થઈને પ્રત્યુપેક્ષા કરે, અપોજ્ઝિત - જ્યાં-ત્યાં ફેંકે છે, પ્રત્યુપેક્ષા કરતો નથી. પાદકંબલ - પાત્ર કે કંબલને. આનાથી બધી જ ઉપધિ લેવી. તે આ પ્રમાણે પ્રત્યુપેક્ષામાં અનુપયુક્ત રહે.
વિકથામાં આક્ષિપ્ત ચિત્ત થઈને પડિલેહણા કરે, ગુરુ સાથે વિવાદ કરે અથવા ગુરુની અવહેલના કરે કે અસભ્ય વચનો કહે અથવા એમ કહે કે - જાતે જ પડિલેહણા કરી લો, તમે અમને આમ જ શીખવેલ છે, તે તમારો જ દોષ છે, એ પ્રમાણે પ્રમાદમાં વર્તે.
વિરૂપવાદ તે વિવાદ - વાક્કલહ, કંઈક ઉપશાંત થયેલા કલહને પણ વધારે. અધર્મ - અવિદ્યમાન સદાચાર, અત્તપણ્હહ - આત્મ પ્રશ્ન, તેને હણે. કોઈ પૂછે કે - ભવાંતરમાં જનારો આત્મા છે કે નહીં? ત્યારે તેના પ્રશ્નને અતિ વાચાળતાથી હણે છે. જેમકે - પ્રત્યક્ષાદિ પ્રમાણના અભાવે આત્મા જ નથી, તેથી આ પ્રશ્ન અયુક્ત છે. - X - X - વુગ્ગહ - વ્યુદ્ગ્રહ, દંડાદિ ઘાત જનિત વિરોધ, કલેહ - તે જ વાચિક થાય.
યત્ર તત્ર - સંસક્ત રજસ્ક આદિમાં, નિષિદતિ - બેસે છે. આસન - પીઠ આદિ, અનાયુક્ત - અનુપયુક્ત થઈને. શેષ પૂર્વવત્.
સરજસ્ક - રજ સહિત વર્તે છે તેવા પગ જેના છે તે. સ્વપિતિ - સંયમ વિરાધના પ્રતિ ડર્યા વિના પગને પ્રમાર્જ્યા વિના સૂવે છે અર્થાત્ વસતિની પ્રતિલેખના ન કરે, ન પ્રમાર્જે. સંસ્તારક - ફલક, કંબલ આદિ. અનાયુક્ત - કૂકડીની જેમ પગ પ્રસારણ. આદિ આગમ અર્થમાં અનુપયુક્ત.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati