Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1052

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1052

Language
Gujarati

1052

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૫૫૩ થી ૫૫૫ [૧૭/૫૫૩ થી ૫૫૫]
[૫૫૩] જે દૂધ, દહીં આદિ વિગઈઓ વારંવાર ખાય છે, જે તપ અને ક્રિયામાં રુચિ રાખતા નથી, તે પાપશ્રમણ કહેવાય છે.
[૫૫૪] જે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી વારંવાર ખાતો રહે છે, જે સમજાવવાથી ઉલટો વર્તે છે, તે પાપશ્રમણ કહેવાય છે.
[૫૫૫] જે આચાર્યનો ત્યાગ કરીને અન્ય પાખંડને સ્વીકારે છે. જે ગાણંગાણિક છે - તે નિંદિત પાપશ્રમણ કહેવાય છે.

Linked texts (1)