Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1053

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1053

Language
Gujarati

1053

વિવેચન–૫૫૩ થી ૫૫૫
દૂધ, દહીં આદિ વિકૃતિના હેતુ રૂપ હોવાથી વિગઈ કહી છે. ઉપલક્ષણ થકી ઘી આદિ બાકીની વિગઈ પણ લેવી. તથાવિધ પુષ્ટ આલંબન વિના પણ લે - આહાર કરે તેથી જ અનશનાદિ તપોકર્મમાં અપ્રીતિવાળો થાય.
સૂર્યના અસ્ત સમય સુધી અને ચ કારથી ઉદયના આરંભથી વારંવાર ખા-ખા કર્યા કરે. અર્થાત્‌ સવારથી સાંજ સુધી આહાર કરે, અર્થાત્‌ રોજેરોજે વારંવાર ખાય.
જો કોઈ ગીતાર્થ સાધુ તેને પ્રેરણા વચન કહે કે, ‘હે આયુષ્યમાન્‌! તું કેમ આહાર તત્પરતાથી જીવે છે? દુર્લભ મનુષ્ય જન્મમાં તપસ્યામાં ઉદ્યમ કરવો ઉચિત છે.’ ત્યારે તે સામું બોલે કે - ‘તમે ઉપદેશમાં કુશળ છો, અનુષ્ઠાન સ્વયં કરવામાં નહીં, અન્યથા તમે કેમ વિકૃષ્ટ તપ કરતાં નથી?’
તે જ આચાર્ય તપોકર્મમાં ઉદ્યમવાન્‌ હોય, લાવેલા અન્ન આદિ બાળ, ગ્લાનને આપતા હોય, ત્યારે અતિ આહાર લોલુપતાથી આચાર્યનો ત્યાગ કરે અને બીજા પાખંડો અર્થાત્‌ અન્ય મતવાળા કે જે અત્યંત આહારમાં પ્રસક્ત છે તેને સેવતો તે-તે મતમાં સરકતો જાય, સ્વેચ્છા પ્રવૃત્ત થઈને છ માસમાં જ એક ગણમાંથી બીજા ગણમાં સંક્રમણ કરે - X - તેથી જ દુર્નિન્દામાં અર્થાત્‌ દુરાચારપણાથી નિંદ્ય થાય.
હવે વીર્યાતિચાર વિરહથી તેને જ કહે છે –

Linked texts (2)