Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1056

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1056

Language
Gujarati

1056

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૫૫૮, ૫૫૯ [૧૭/૫૫૮, ૫૫૯]
જે આવા પ્રકારે આચરણ કરે છે, તે પાંચ કુશીલ સમાન અસંવૃત્ત છે, કેવળ મુનિવેશધારી છે, શ્રેષ્ઠ મુનિઓમાં નિકૃષ્ટ છે. આ લોકમાં વિષની જેમ નિંદનીય થાય છે. તે નથી આ લોકનો રહેતો - નથી પરલોકનો રહેતો.
જે સાધુ આ દોષોને સદા દૂર કરે છે, તે મુનિઓમાં સુવ્રત થાય છે. તે આ લોકમાં અમૃતની સમાન પૂજાય છે, તેથી તે આલોક અને પરલોક બંનેમાં આરાધક થાય છે. તેમ હું કહું છું.

Linked texts (1)