Uttarajjhayana 107
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 107
- Language
- Gujarati
107
વિવેચન–૨૮
અનુશાસન - પૂર્વે કહેલ છે. ઉપાય - મૃદુ કે કઠોર રૂપ ભાષણાદિ, અથવા સમીપ રહેવું તે. ગુરુ સંથારામાં, બેઠેલા કે વિશ્રામણાદિ કરતા હોય ત્યારે સમીપ રહેવું. કુત્સિત કરતા શિષ્યને પ્રેરણા કરે કે - તેં કેમ આવું આચરણ કર્યું? ઈત્યાદિ રૂપ. હિત - આલોક, પરલોકમાં ઉપકારી આ અનુશાસન છે, તેમ તે બુદ્ધિવાન માને. પણ અસાધુ - જેનામાંથી ભાવ સાધુત્વ ચાલી ગયેલ છે, તેવાને દ્વેષ ઉત્પાદક થાય છે. આના વડે સાધુને ગુરુના વચનની સ્થાપના અને અન્યથાત્વનો સંભવ કહ્યો.
આ જ અર્થને વિશેષ વ્યક્ત કરતાં કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati