Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1070

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1070

Language
Gujarati

1070

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૫૬૬ થી ૫૬૯ [૧૮/૫૬૬ થી ૫૬૯]
રાજા મુનિને જોઈને સહસા ભયભીત થઈ ગયો. તેને થયું કે હું કેટલો મંદપુન્ય, રસગૃદ્ધ અને હિંસક છું. મેં વ્યર્થ મુનિને આહત કર્યા. ઘોડાને છોડીને તે રાજાએ વિનયપૂર્વક અણગારના ચરણોમાં વંદન કરીને કહ્યું – ભગવન્‌! મને આ અપરાધ માટે ક્ષમા કરો. તે અણગાર ભગવંત મૌનપૂર્વક ધ્યાનમાં લીન હતા. તેમણે રાજાને કંઈ ઉત્તર ન આપ્યો. તેથી રાજા વધારે ભયાક્રાંત થયો. ભગવન્‌! હું સંજય છું. આપ મારી સાથે કંઈક તો બોલો. હું જાણું છું કે ક્રુદ્ધ અણગાર પોતાના તેજથી કરોડો મનુષ્યોને પણ બાળી દે છે.

Linked texts (1)