Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1071

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1071

Language
Gujarati

1071

વિવેચન–૫૬૬ થી ૫૬૯
રાજા, મુનિના દર્શનથી ભય વ્યાકુળ થઈ ગયો. કેમકે મુનિ થોડા પણ આહત પામ્યા છે, તેની નિકટ મૃગના હનનથી તેમ થાય તેમ વિચાર્યું. મંદપુણ્ય, રસમૂર્ચ્છિત, હનનશીલ એવા મારા વડે. તેથી ઘોડાને છૂટો કર્યો. તે અણગારને કહ્યું કે – હું સંજય નામે રાજા છું, ઉચિત પ્રતિપત્તિથી ચરણમાં વંદના કરી, આ અતિ આદર બતાવવા કહ્યું છે. કેમકે તેમના પગ પણ સ્તવનીય છે. હે ભગવન્‌! આ મૃગયારૂપ મારો અપરાધ ક્ષમા કરો. ત્યારે વચનના નિરોધરૂપ મૌનથી ગર્દભાલી અણગાર ધર્મધ્યાનમાં રહેલા હોવાથી કંઈ બોલ્યા નહીં કે - હું ક્ષમા કરું છું કે નથી કરતો. ત્યારે તેમના પ્રતિવચનના અભાવમાં આ અવશ્ય ક્રુદ્ધ છે, તેથી મારી સાથે કંઈ બોલતા નથી. એમ વિચારીને રાજા સંજય અતિ ભયભીત થયો કે હું જાણતો નથી કે આ ક્રુદ્ધ અણગાર શું કરશે?
ત્યારે તે બોલ્યો કે - હું સંજય નામે રાજા છું - X - ભગવન્‌! મારી સાથે કંઈક તો વાત કરો. ભયથી ત્રસ્ત તે બોલ્યો કે - ક્રોધયુક્ત થયેલા મુનિ તેજોલેશ્યાદિ વડે કરોડો મનુષ્યોને ભસ્મસાત્‌ કરી દે છે. તેથી હું ઘણો જ ડરી ગયેલો છું. આ જ વાતને નિર્યુક્તિકારશ્રી કહે છે –

Linked texts (2)