Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1072

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1072

Language
Gujarati

1072

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૩૯૮ થી ૪૦૧ + વિવેચન [૧૮/નિર્યુક્તિ-૩૯૮ થી ૪૦૧ + વિવેચન]
ઘોડા ઉપર બેસેલો રાજા તેને જોઈને સંભ્રમથી ત્યાં આવ્યો. બોલ્યો કે - અરેરે! હું આ ઋષિવધથી લેપાયો. ઘોડાને છોડીને તે સાધુની પાસે આવ્યો. વિનયથી વંદન કરીને અપરાધની ક્ષમા માંગી. મૌન રહેલા તે અણગારે રાજાને જવાબ ન આપ્યો. તેમના તપ-તેજથી ડરેલા રાજાએ આ પ્રમાણે કહ્યું – હું કાંપિલ્યપુરનો અધિપતિ રાજા સંજય છું. હું આપના શરણે આવેલો છું, મને તમારા તપ-તેજથી બાળશો નહીં.

Linked texts (1)