Uttarajjhayana 1073
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1073
- Language
- Gujarati
1073
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૫૭૦ થી ૫૭૬ [૧૮/૫૭૦ થી ૫૭૬]
[૫૭૦] સાધુએ કહ્યું – હે રાજા! તને અભય છે. તું પણ અભયદાતા બન. આ અનિત્ય જીવલોકમાં તું કેમ હિંસામાં સંલગ્ન છે.
[૫૭૧] બધું છોડીને જ્યારે તારે અવશ્ય લાચાર થઈને જવાનું છે, તો આ અનિત્ય જીવલોકમાં તું કેમ રાજ્યમાં આસક્ત છે?
[૫૭૨] રાજન્! તું જેમાં મોહમુગ્ધ છે, તે જીવન અને રૂપ વીજળીની ચમક માફક ચંચળ છે. તું પ્રેત્યાર્થને સમજતો નથી.
[૫૭૩] સ્ત્રી, પુત્ર, મિત્ર, બંધુજન જીવતાની સાથે જ જીવે છે, કોઈ પણ મૃત વ્યક્તિની પાછળ જતાં નથી.
[૫૭૪] પરમ દુઃખ સહિત પુત્ર પોતાના મૃત પિતાનું નિહરણ કરે છે. તે પ્રમાણે જ પુત્રને પિતા અને ભાઈને ભાઈ બહાર કાઢે છે. તેથી હે રાજન્! તું તપનું આચરણ કર.
[૫૭૫] મૃત્યુ પછી, તે મૃત વ્યક્તિ દ્વારા અર્જિત ધન અને સારી રીતે રાખેલ સ્ત્રીઓનો હૃષ્ટ, તુષ્ટ, અલંકૃત થઈને બીજા ઉપભોગ કરે છે.
[૫૭૬] જે સુખ કે દુઃખના કર્મો જે વ્યક્તિએ કરેલા છે, તે તેના તે જ કર્મો સાથે પરભવમાં જાય છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit