Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1089

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1089

Language
Gujarati

1089

વિવેચન–૫૮૭, ૫૮૮
હું પહેલાં મહાપ્રાણ નામના બ્રહ્મલોક વિમાનમાં દીપ્તિમાન અને વર્ષ શત જીવિતની ઉપમા જેની છે તેવો દેવ હતો. જેમ અહીં ૧૦૦ વર્ષનું એ પરિપૂર્ણ આયુ કહેવાય છે, તેમ હું પણ ત્યાં પરિપૂર્ણ આયુવાળો હતો. જે તે પાલિ - જીવિત જળ ધારણાથી ભવસ્થિતિ, તે આગળ મહા શબ્દના ઉપાદાનથી અહીં પલ્યોપમ પ્રમાણ અને સાગરોપમ પ્રમાણ કહેવાય છે. ઉત્કૃષ્ટથી પણ ત્યાં સાગરોપમ જ આયુ લેવાય છે. ઉત્સર્પિણી આદિથી નહીં - X - X - ત્યાં મારી મહાપાલી દિવ્ય ભવસ્થિતિ હતી. તે સ્થિતિના પરિપાલન પછી પાંચમાં કલ્પેથી ચ્યવીને મનુષ્ય સંબંધી ભવમાં આવ્યો. આ તેનું જાતિ સ્મરણ રૂપ અતિશય જ્ઞાન બતાવીને કહે છે. હું મારું અને બીજાનું આયુ પણ જાણું છું. અર્થાત્‌ જે પ્રકારે સ્થિતિ હોય, તે જ પ્રકારે પણ અન્યથા નહીં.
આ રીતે પ્રસંગથી અને પરિતોષથી ન પૂછવા છતાં પણ સ્વ-વૃત્તાંત જણાવીને ઉપદેશ અર્થે કહે છે –

Linked texts (2)