Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1097

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1097

Language
Gujarati

1097

વિવેચન–૫૯૧
ક્રિયા - ‘જીવ છે’ ઈત્યાદિ રૂપ કે સદનુષ્ઠાન રૂપ, રુચિ - તેવી તેવી ભાવનાથી જે જે પ્રકારે આ આત્મામાં રુચિ જન્મે તેમ ધારણ કરે. કોણ? ધીર - મિથ્યાદૃષ્ટિથી ક્ષોભિત નહીં તેવા તથા અક્રિયા - ‘આત્મા નથી’ ઈત્યાદિ અથવા મિથ્યાદૃષ્ટિથી પરિકલ્પિત તેને અનુષ્ઠાનરૂપ, તેનો ત્યાગ કરે. સમ્યગ્‌ દર્શન રૂપના હેતુભૂતતાથી દૃષ્ટિસંપન્ન, એ પ્રમાણે સમ્યગ્‌ દર્શન અને જ્ઞાનયુક્ત થઈને ચારિત્ર ધર્મનું આસેવન કરો. કેમકે તે અત્યંત દુરનુષ્ઠેય છે. ફરી ક્ષત્રિય મુનિ જ સંજય મુનિને મહાપુરુષોના ઉદાહરણથી સ્થિર કરવાને માટે કહે છે –

Linked texts (2)