Uttarajjhayana 1099
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1099
- Language
- Gujarati
1099
વિવેચન–૫૯૩ થી ૬૧૦
અહીં સત્તર સૂત્રો છે. અનંતરોક્ત પુન્યના હેતુપણાથી પુન્ય, તેના વડે જે અર્થ જણાય છે, તે પુન્ય પદ અથવા પુન્યનું સ્થાન તે પુન્ય પદ - ક્રિયા આદિ વાદિ સ્વરૂપ વિવિધ રૂચિ પરિવર્જનાદિ આવેદક શબ્દ સંદર્ભ સાંભળીને, અર્થ કરાય તે અર્થ - સ્વર્ગ, અપ્વર્ગાદિ. ધર્મ - તેના ઉપાય રૂપ શ્રુતધર્માદિ, તેના વડે ઉપશોભિત એવા ભરત નામના ચક્રવર્તી ભરતવર્ષ ક્ષેત્રનો ત્યાગ કરીને, વિષયોને છોડીને દીક્ષા લીધી.
સગર ચક્રવર્તીએ પણ૦ આદિ બધું સ્પષ્ટ છે. વિશેષ આ સમુદ્ર પર્યન્ત ત્રણ દિશા, અન્યત્ર હિમવત્ પર્યન્ત, ઐશ્વર્ય - આજ્ઞા ઐશ્વર્યાદિ, કેવલ - પરિપૂર્ણ કે અનન્ય સાધારણ દયયા - સંયમ વડે પરિનિર્વૃત્ત - અહીં જ કષાયરૂપી અગ્નિને શીતીભૂત કે મુક્ત કરીને.
અર - અર નામક તીર્થંકર ચક્રવર્તી, રત કે રજના અભાવ રૂપ અરત કે અરજ અથવા શૃંગારાદિ રસના અભાવથી અરસ થઈને મુક્તિમાં ગયા. ઉત્તમ ભોગોનો ત્યાગ કરીને મહાપદ્મ નામે ચક્રવર્તીએ આચર્યો.
એક છત્ર - રાજચિહ્ન જેને છે તે અર્થાત્ અવિદ્યમાન બીજો રાજા. તે પૃથ્વીને વશીકૃત કરીને, અહંકારનો વિનાશ કરીને મનુષ્યેન્દ્ર અર્થાત્ ચક્રવર્તી. શોભન પ્રકારથી રાજ્યાદિનો પરિત્યાગ કરવાના સ્વભાવવાળા - સુપરિત્યાગી. જિનવરે કહેલ અચારીત્ ચરીને જય ચક્રી અનુત્તર ગતિને પામ્યો.
દશાર્ણ નામે દેશ, તેનો અધિપતિ, સર્વ ઉપદ્રવ રહિત અને પ્રમોદવાન્ રાજ્યને ત્યજીને, અપ્રતિબદ્ધ વિહારપણાથી વિચર્યો, સાક્ષાત્ શક્રએ અધિક વિભૂતિ દર્શન વડે તેને ધર્મ પ્રતિ પ્રેરિત કરેલો હતો. શ્રામણ્ય - શ્રમણ ભાવમાં પર્યુપસ્થિત - તે અનુષ્ઠાન પ્રતિ ઉદ્યત થયો.
તથા સૌવીરમાં રાજવૃષભ - તે કાળો વર્તતા રાજામાં પ્રધાન, રાજ્યનો ત્યાગ કરીને. મુનિ - ત્રિકાળ અવસ્થા વેદી થઈને ચરે. તે કોણ? ઉદાયન નામે હતો તે પ્રવ્રજિત થયો. મુનિધર્મનું આચરણ કરીને અનુતર ગતિને પામ્યો.
તે જ પ્રકારે કાશી મંડલાધિપતિ, અતિપ્રશસ્ય સંગ્રામમાં સંયમમાં જેમનું પરાક્રમ - સામર્થ્ય છે, તે સત્યપરાક્રમી થઈને તે કર્મ મહાવનને બાળી નાંખ્યું.
તે પ્રમાણે વિજય નામે આર્ત્તધ્યાન રહિત, દીન અને અનાથાદિને દાન દેવાથી પ્રાપ્ત કીર્તિ અથવા સકલદોષ રહિતતાથી અબાધિત કીર્તિ જેની છે, તે અનાર્ત્ત કીર્તિ. આજ્ઞા - આગમ. - X - X - તથાવિધ આકૃતિ અર્થાત્ મુનિવેશ રૂપ જેમાં છે તે. ગુણ સમૃદ્ધ એવા તે રાજાએ દીક્ષા લીધી.
તથા મસ્તક માટે મસ્તક આપીને અર્થાત્ જીવિતથી નિરપેક્ષ થઈને સર્વ જગતના ઉપરિવર્તિપણાથી મોક્ષ. અહીં ‘શિરશ્રિ’ એટલે કેવલ લક્ષ્મી. આ મહાપુરુષોના ઉદાહરણો વડે જ્ઞાનપૂર્વક ક્રિયાનું માહાત્મ્ય બતાવીને ઉપદેશ આપવાને માટે કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati