Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1105

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1105

Language
Gujarati

1105

વિવેચન–૬૧૩
કઈ રીતે ધીર અહેતુને ગ્રહણ કરીને, ક્રિયાદિવાદી મતમાં સર્વ પ્રકારે વસે? તેમાં અભિનિવિષ્ટ ન થાય. અહેતુ વડે આત્માનો નિવાસ ન જ કરે. આમ ન કરવાનું ફળ શું? નિરવશેષ - સંપૂર્ણપણે જીવો કર્મોથી બંધાય છે. દ્રવ્યથી કર્મ દલિકો બંધાય અને ભાવથી મિથ્યાત્વરૂપ બાંધે. તેથી આવા ક્રિયા આદિ વાદોથી વિરહિત થઈ, સર્વે સંગથી વિમુક્ત થઈને તે રજરહિત થયેલાઓ સિદ્ધ થાય છે. આના વડે ઉક્ત હેતુના પરિહારથી સમ્યગ્‌ જ્ઞાન હેતુપણાથી સિદ્ધત્વ રૂપ ફળ કહ્યું.
આ પ્રમાણે સંજય મુનિ અનુશાસિત કરીને તે ક્ષત્રિયમુનિ વિવક્ષિત સ્થાને ગયા. સંજય મુનિની વક્તવ્યતા નિર્યુક્તિકાર કહે છે–

Linked texts (2)