Uttarajjhayana 111
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 111
- Language
- Gujarati
111
વિવેચન–૩૦
આસન - વર્ષાઋતુમાં પીઠ આદિ, ઋતુબદ્ધ કાળમાં પાદપુંછન. તે પીઠ આદિમાં બેસે. કેવા? દ્રવ્યથી નીચું, ભાવથી અલ્પમૂલ્યાદિ. કોનાથી? ગુરુના આસનથી. સ્પંદિત ન થતાં, નેતરના પાટીયાની જેમ જરાપણ ચલિત નહીં તેવા. કેમકે તે શૃંગારનું અંગ છે. સમપાદ પ્રતિષ્ઠિત-પણાથી નિશ્ચલ. કેમકે નહીં તો જીવ વિરાધના સંભવે છે. આવા આસન ઉપરથી પણ અલ્પ ઉભા થવાના આચારવાળા, પ્રયોજનમાં પણ વારંવાર ન ઉભા થાય. નિમિત્ત વિના ઉભા ન થાય તેવા, એ પ્રમાણે બેસે. અલ્પ સ્પંદનવાળું હોય અથવા સ્પંદનનો અભાવ હોય. કૌત્કુચ - જેને હાથ, પગ, ભ્રમરાદિ ચેષ્ટારૂપ અલ્પ હોય તે આના વડે ઔપચારિક વિનય બીજા પ્રકારે કહ્યો.
હવે એષણા સમિતિ કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati