Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1110

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1110

Language
Gujarati

1110

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૬૧૪ થી ૬૧૭ [૧૯/૬૧૪ થી ૬૧૭]
[૬૧૪] કાનન અને ઉદ્યાનોથી સુશોભિત ‘સુગ્રીવ’ નામના રમ્ય નગરમાં બલભદ્ર રાજા હતો. મૃગા પટ્ટરાણી હતી.
[૬૧૫] તેમને બલશ્રી નામે પુત્ર હતો. તે મૃગાપુત્ર નામે પ્રસિદ્ધ હતો. તે માતા-પિતાને પ્રિય હતો. યુવરાજ અને દમીશ્વર હતો.
[૬૧૬] પ્રસન્ન ચિત્તથી તે સદા નંદન પ્રાસાદમાં દોગુંદગ દેવોની માફક (પોતાની) સ્ત્રીઓ સાથે ક્રીડા કરતો હતો.
[૬૧૭] કોઈ દિવસે મૃગાપુત્ર મણિ અને રત્નોથી જડિત કુટ્ટિમ તલવાળા પ્રાસાદના ગવાક્ષમાં ઊભો હતો. નગરના ચતુષ્કાદિ જોઈ રહ્યો હતો.

Linked texts (1)