Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1111

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1111

Language
Gujarati

1111

વિવેચન–૬૧૪ થી ૬૧૭
સુગ્રીવ નામના નગર, જે રમણીય કાનન - મોટા વૃક્ષો આશ્રિત વનો વડે, ઉદ્યાનો વડે શોભતું હતું. ત્યાં બલભદ્ર નામનો રાજા હતો. મૃગા નામે તેની અગ્રમહિષી - પ્રધાન પત્ની હતી. તેઓને એક પુત્ર હતો, તેનું ‘બલશ્રી’ નામ હતું. તે માતાપિતાએ રાખેલ હતું, લોકમાં તેનું નામ ‘મૃગાપુત્ર’ વિખ્યાત હતું તે તેના માતા-પિતાને વલ્લભ હતો. યુવરાજ રૂપે તેનો અભિષેક કરેલો હતો. દમિન - શત્રુઓનું દમન કરનારો હતો. પ્રભુર્દમીશ્વર હતો અથવા સહજ ઉપશમ ભાવથી ઈશ્વર તે દમીશ્વર, આ ભાવિકાળની અપેક્ષાએ છે.
તે નંદન - લક્ષણ યુક્તતાથી સમૃદ્ધિજનક એવા પ્રાસાદમાં તે પ્રમદાઓ સાથે વિલાસ કરતો હતો. કોની જેમ? દોગુંદગ દેવની જેમ. આ દેવો તેંત્રીશ હોય છે, તેઓ નિત્ય ભોગ પરાયણ, સદા હર્ષિત ચિત્ત હોય છે તે એ પ્રમાણે ક્રીડા કરતા કદાચિત્‌ વિશિષ્ટ મહાત્મ્યવાળા ચંદ્રકાંતાદિ મણિઓ અને ગોમેયક આદિ રત્નોથી યુક્ત કુટ્ટિમતલ જેમાં છે, તેવા પ્રાસાદમાં જ્યાંથી દિશાઓનું આલોકન થાય તેવા ગવાક્ષમાં અર્થાત્‌ સર્વથી ઉપર રહેલી ચતુરિકા રૂપમાં બેઠા બેઠા કુતૂહલથી જોઈ રહ્યો હતો. શું જોઈ રહ્યો હતો? તે સુગ્રીવ નગરના ચતુષ્ક, ત્રિક, ચત્વરોનું પછી શું થયું?

Linked texts (2)