Uttarajjhayana 1112
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1112
- Language
- Gujarati
1112
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૬૧૮ થી ૬૨૨ [૧૯/૬૧૮ થી ૬૨૨]
[૬૧૮] મૃગાપુત્રએ ત્યાં રાજપથ ઉપર જતાં એવા તપ, નિયમ અને સંયમ ઘર, શીલ સમૃદ્ધ, ગુણોની ખાણ એવા એક સંયત શ્રમણને જોયા.
[૬૧૯] મૃગાપુત્ર તે મુનિને અનિમેષ દૃષ્ટિથી જુએ છે અને વિચારે છે કે - હું માનું છું કે આવું રૂપ મેં આની પહેલાં પણ ક્યાંક જોયેલ છે.
[૬૨૦] સાધુનું દર્શન તથા ત્યારપછી શોભન અધ્યવસાય થતાં, ઉહાપોહ થતાં મોહપ્રાપ્ત મૃગાપુત્રને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું.
[૬૨૧] સંજ્ઞીજ્ઞાન સમુત્પન્ન થતાં તે પૂર્વ જાતિનું સ્મરણ કરે છે - દેવલોકથી ચ્યવીને હું મનુષ્યભવમાં આવેલ છું.
[૬૨૨] જાતિ સ્મરણ ઉત્પન્ન થતાં મહર્દ્ધિક મૃગાપુત્ર પોતાની પૂર્વજાતિ અને પૂર્વ આચરિત શ્રામણ્યનું સ્મરણ કરે છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit