Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1121

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1121

Language
Gujarati

1121

વિવેચન–૬૨૫ થી ૬૨૭
ત્રણે સૂત્રોનો અર્થ સ્પષ્ટ છે. વિશેષ એ કે – વિષ એટલે વિષવૃક્ષ, તેના ફળ તે વિષફળ, તેની ઉપમાથી કહે છે, પાછળથી કટુ છે. તેનો વિપાક અનિષ્ટપણે છે, આરંભે જ મધુર દેખાય છે. અનવચ્છિન્ન દુઃખદાયી છે. જેમ વિષફળ આરંભે સ્વાદિષ્ટ પણ પછીના કાળે મધુર અને કટુ વિપાકના સાતત્યથી દુઃખને લાવનાર છે. આ કામ સ્પર્શ પ્રધાન છે, સ્પર્શ શરીરને આશ્રીને છે. શરીર અનિત્ય છે. સ્વાભાવિક શૌચ રહિત છે. તે અશુચિરૂપ શુદ્ર અને શોણિતથી ઉત્પન્ન છે. તે કથંચિત્‌ રહેવા છતાં જીવનું અવસ્થાન તેમાં અનિત્ય છે.
આના વડે અતીવ અસારત્વાવેશ સૂચવ્યો. દુઃખ - અશાતા, તેનો હેતુ તે ક્લેશ - જ્વરાદિ રોગોનું સ્થાન છે. તે કારણે મને તેમાં રતિ પ્રાપ્ત થતી નથી. શરીરના આશ્રયપણે હોવાથી ભોગમાં પણ રતિ નથી. શરીરનું અશાશ્વતત્વ એ છે કે - તે પહેલાં કે પછી ત્યાજ્ય જ છે. પછી વૃદ્ધાવસ્થામાં અને પૂર્વે બાલ્યાદિમાં ભોગે ત્યજે છે. આયુ ક્ષય થતાં અવશ્ય ત્યાજ્ય છે. વળી શરીર ક્ષણમાં દૃષ્ટ-નષ્ટપણે છે. આના વડે અશાશ્વત કહ્યું.
એ પ્રમાણે ભોગ નિમંત્રણનો પરિહાસ કરીને હવે સંસારના નિર્વેદનો હેતુ કહે છે –

Linked texts (2)