Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1122

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1122

Language
Gujarati

1122

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૬૨૮ થી ૬૩૧ [૧૯/૬૨૮ થી ૬૩૧]
[૬૨૮] વ્યાધિ અને રોગોનું ઘર તથા જરા અને મરણથી ગ્રસ્ત આ અસાર મનુષ્ય શરીરમાં એક ક્ષણ પણ મને સુખ મળતું નથી.
[૬૨૯] જન્મ દુઃખ છે, જરા દુઃખ છે, રોગ દુઃખ છે, મરણ દુઃખ છે, અહો! સંસાર જ દુઃખરૂપ છે, જ્યાં જીવ કલેશ પામે છે.
[૬૩૦] ક્ષેત્ર, વાસ્તુ, હિરણ્ય, પુત્ર, સ્ત્રી, બંધુજન અને આ શરીરને છોડીને એક દિવસ વિવશ થઈને મારે ચાલ્યા જવાનું છે.
[૬૩૧] જેમ વિષ રૂપ કિંપાક ફળોનું પરિણામ સુંદર હોતું નથી તેમ ભોગવેલા ભોગોનું પરિણામ પણ સુંદર હોતું નથી.

Linked texts (1)