Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1123

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1123

Language
Gujarati

1123

વિવેચન–૬૨૮ થી ૬૩૧
ચારે સૂત્રો સ્પષ્ટ છે. વિશેષ એ વ્યાધિ - અતિ બાધાહેતુ કુષ્ઠુ આદિ. રોગ - જ્વર આદિ - X - આના વડે માનુષત્વથી અસારતા કહી. તેમાં ક્ષણ માટે પણ અભિરતિ પામતો નથી. આ પ્રમાણે મનુષ્ય ભવના અનુભૂયમાનત્વથી નિર્વેદનો હેતુ કહીને ચારગતિક સંસારને કહે છે – જન્માદિના નિબંધનથી સંસાર જ દુઃખહેતુક છે. આ ચારગતિક સંસારમાં જન્માદિ દુઃખથી જીવો બાધા અનુભવે છે. એ રીતે સંસારનો દુઃખ હેતુત્વ કહ્યું. ઈષ્ટ વિયોગ અને અશરણત્વને સંસારના નિર્વેદ હેતુ કહ્યા. - X - ઉપસંહાર સૂત્રથી ઉદાહરણ દ્વાર વડે ભોગની દુરંતતા જ નિર્વેદનો હેતુ કહ્યો. તે કહીને બે દૃષ્ટાંતથી સ્વાભિપ્રાય પ્રગટ કરે છે –

Linked texts (2)