Uttarajjhayana 1124
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1124
- Language
- Gujarati
1124
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૬૩૨ થી ૬૩૭ [૧૯/૬૩૨ થી ૬૩૭]
[૬૩૨] જે વ્યક્તિ પાથેય લીધા વિના લાંબા માર્ગે ચાલી નીકળે છે તે ચાલતો ચાલતો ભૂખ અને તરસથી પીડાય છે.
[૬૩૩] એ પ્રમાણે જે ધર્મ કર્યા વિના પરભવમાં જાય, તે વ્યાધિ અને રોગથી પીડાઈને દુઃખી થાય છે.
[૬૩૪] જે પાથેય લઈને લાંબા માર્ગે જાય છે, તે ચાલતા-ચાલતા ભૂખ-તરસના દુઃખ રહિત સુખી થાય છે.
[૬૩૫] આ પ્રમાણે જે ધર્મ કરીને પરભવમાં જાય છે, તે અલ્પકર્મી વેદનાથી રહિત સુખી થાય છે.
[૬૩૬, ૬૩૭] જેમ ઘર બળી જતાં ગૃહસ્વામી સાર વસ્તુ લઈ લે છે અને અસાર વસ્તુ છોડી દે છે. તે પ્રકારે આપની અનુમતિથી જરા-મરણથી બળતા આ લોકમાંથી સારભૂત એવી મારા આત્માને બહાર લઈ જઈશ.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit