Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1125

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1125

Language
Gujarati

1125

વિવેચન–૬૩૨ થી ૬૩૭
છ એ સૂત્રો પ્રગટાર્થ જ છે. અહીં પહેલાં સૂત્રમાં દૃષ્ટાંત કહેલ છે. અહીં માર્ગમાં જેને પાથેય - શંબલ જેને વિદ્યમાન નથી તે ‘અપાથેય’ અહીં ભૂખ-તરસની પીડા તે દુઃખીપણાનો હેતુ છે. બીજા સૂત્રમાં દાર્ષ્ટાન્તિક બતાવે છે. તે વ્યાધિ અને રોગનું પીડિતત્વ અહીં દુઃખીત્વના નિમિત્તો છે, ઉપલક્ષણથી દારિદ્ર પણ લેવું. પછીના બે સૂત્રમાં આનાથી વ્યતિરેક સુખીત્વના હેતુ કહ્યા છે. ધર્મ - પાપ વિરતિરૂપ થાય છે. સુખીત્વમાં અલ્પ કર્મત્વ અને અવેદનત્વ હેતુ છે. તેથી પાપને વેદના રૂપે ગ્રહણ કરેલ છે. આના વડે ધર્મ અને અધર્મ કરવા - ન કરવાના ગુણ-દોષ દર્શનથી ધર્મ કરવાનો અભિપ્રાય પ્રગટ કર્યો છે. જે પછીના બે સૂત્રોથી દૃઢ કર્યો છે. જેમ મહામૂલ્ય વસ્ત્રાદિ કાઢી લે છે અને જીર્ણ વસ્ત્રાદિ અસાર વસ્તુનો ત્યાગ કરે છે એ પ્રમાણે જગત પણ બળી રહ્યું છે. તેથી સારરૂપ આત્માને જરા મરણથી પ્રદીપ્ત લોકની પાર લઈ જઈશ. અસાર એવા કામ ભોગોનો ત્યાગ કરીશ. આના વડે ધર્મકરણમાં વિલંબનું અસહ્યત્વ કહ્યું. તમારે બંનેએ પણ અનુમતિ આપવી જોઈએ - આવું કહેતા -

Linked texts (2)