Uttarajjhayana 1126
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1126
- Language
- Gujarati
1126
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૬૩૮ થી ૬૫૭ [૧૯/૬૩૮ થી ૬૫૭]
[૬૩૮] ત્યારે માતા-પિતાએ તેને કહ્યું – હે પુત્ર! શ્રામણ્ય અતિ દુષ્કર છે. ભિક્ષુને હજારો ગુણો ધારણ કરવાના હોય છે.
[૬૩૯] જગતમાં શત્રુ અને મિત્ર પ્રતિ, સર્વજીવો પ્રત્યે સમભાવ રાખવાનો છે. જીવન પર્યન્ત પ્રાણાતિપાત વિરતી ઘણી દુષ્કર છે.
[૬૪૦] સદા અપ્રમત્ત ભાવે મૃષાવાદનો ત્યાગ કરવો, નિત્ય ઉપયોગપૂર્વક હિતકારી સત્ય બોલવું ઘણું દુષ્કર છે.
[૬૪૧] દંત શોધનાદિ પણ કોઈના આપ્યા વિના ન લેવું. પ્રદત્ત પણ અનવદ્ય અને એષણીય જ લેવું દુષ્કર છે.
[૬૪૨] કામભોગોના રસથી પરિચિતને અબ્રહ્મચર્યથી વિરતી અને ઉગ્ર મહાવ્રત બ્રહ્મચર્યનું ધારણ કરવું દુષ્કર છે.
[૬૪૩] ધન-ધાન્ય પ્રેષ્યવર્ગ આદિ પરિગ્રહનો ત્યાગ તથા બધાં જ આરંભ અને મમત્વનો ત્યાગ પણ ઘણો દુષ્કર થાય છે.
[૬૪૪] ચારે પ્રકારનો આહાર રાત્રિમાં છોડવો અને સંનિધિ સંચય છોડવો ઘણો દુષ્કર છે.
[૬૪૫] ભૂખ, તરસ, ઠંડી, ગરમી, ડાંસ-મચ્છરોનું કષ્ટ, આક્રોશ વચન, દુઃખ શય્યા, હિણ સ્પર્શ અને મેલ.
[૬૪૬] તાડન, તર્જના, વધ, બંધન, ભિક્ષા પર્યાય, યાચના, અલાભ પરીષહો સહેવા દુષ્કર છે.
[૬૪૭] આ કાપોતી વૃત્તિ, દારુણ કેશ લોચ, ઘોર બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરવું મહાત્માને પણ દુષ્કર છે.
[૬૪૮] હે પુત્ર! તું સુખોચિત છે, સુકુમાર છે, સુમજ્જિત છે. તેથી શ્રામણ્ય પાલન માટે તું સમર્થ નથી.
[૬૪૯] હે પુત્ર! સાધુચર્યામાં જીવન-પર્યન્ત વિશ્રામ નથી, લોહભરની જેમ ગુણોને તે ભાર ગુરુતર છે, તેથી દુર્વહ છે.
[૬૫૦] આકાશગંગાનો શ્રોત અને પ્રતિશ્રોત દુષ્તર છે, સાગરને ભૂજાથી તરવો દુષ્કર છે તેમજ સંયમસાગર તરવો દુષ્કર છે.
[૬૫૧] સંયમ રેતીના કોળીયા માફક સ્વાદથી રહિત છે. તપનું આચરણ તલવારની ધાર પર ચાલવા સમાન દુષ્કર છે.
[૬૫૨] સાપની જેમ એકાંત દૃષ્ટિથી ચારિત્રધર્મમાં ચાલવું કઠિન છે. લોઢાના ચણા ચાવવા સમાન આ ચારિત્ર પાલન દુષ્કર છે.
[૬૫૩] જેમ પ્રજ્વલિત અગ્નિશિખાનું પાન દુષ્કર છે, તેમ યુવાવસ્થામાં શ્રમણત્વ પાલન દુષ્કર છે.
[૬૫૪] જેમ વસ્ત્રના થેલામાં હવા ભરવી કઠિન છે, તેમ જ યુવાવસ્થામાં શ્રમણધર્મનું પાલન દુષ્કર છે.
[૬૫૫] જેમ મેરુ પર્વતને ત્રાજવાથી તોળવો દુષ્કર છે, તેમ જ નિશ્ચલ અને નિઃશંક ભાવે શ્રમણધર્મ પાલન દુષ્કર છે.
[૬૫૬] જેમ ભૂજાથી સમુદ્ર તરવો કઠિન છે, તેમ અનુપશાંત વડે સંયમ સાગર પાર કરવો દુષ્કર છે.
[૬૫૭] હે પુત્ર! તું પહેલાં માનુષી ભોગોને ભોગવ. પછી તું મુક્ત - ભોગી થઈને ધર્મનું આચરણ કરજે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit