Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1127

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1127

Language
Gujarati

1127

વિવેચન–૬૩૮ થી ૬૫૭
વીસે સૂત્રો સુગમ છે. વિશેષ એ કે – તે બલશ્રી જેનું બીજું નામ મૃગાપુત્ર છે તે યુવરાજને તેના માતા-પિતા કહે છે કે શ્રામણ્ય દુશ્ચર છે. તેમાં શ્રામણ્યને ઉપકારક હજારો ગુણો આત્મામાં સ્થાપવા જોઈએ. અર્થાત્‌ વ્રતગ્રહણ કરવા જોઈએ. કેવા ગુણ? ભિક્ષુ સંબંધી ગુણો ધારવા જોઈએ. સર્વ જીવો પ્રતિ રાગ-દ્વેષમાં તુલ્યતા તે સમતા, શત્રુ અને મિત્ર એટલે કે અપકારી-ઉપકારીમાં ઉદાસીનતા. આના વડે સામાયિક કહ્યું. પ્રથમ વ્રત રૂપ પ્રાણાતિપાતથી વિરતિ યાવજ્જીવ માટે દુરનુચર છે. અપ્રમત્તનું ગ્રહણ કર્યું કેમકે નિદ્રાદિ પ્રમાદવશ જીવ જ મૃષા પણ બોલે. સતત ઉપયુક્ત રહેવું કેમકે અનુપયુક્તને અન્યથા પણ ભાષણ સંભવે છે. આ બધું દુષ્કર છે. - X - X - આના વડે બીજા વ્રતની દુષ્કરતા કહી.
દંત શોધન અર્થાત્‌ અતિ તુચ્છ વસ્તુ પણ અનવદ્ય, એષણીય અને અપાયેલી જ લેવી, તેનાથી ત્રીજા વ્રતની દુષ્કરતા કહી. ઉક્ત રૂપ કામભોગ, તેનો આસ્વાદ અથવા શૃંગારાદિ રસ તે કામભોગ રસને જાણવો. કેમકે તેનાથી અજ્ઞને તેનો બોધ ન હોવાથી તેના વિષયની અભિલાષા જ ન થાય તથા સારી રીતે પણ થાય. આના વડે ચોથા વ્રતની દુષ્કરતા કહી. પરિગ્રહ - હોય તો સ્વીકારવું, તેનું વર્જન કર્યું. તથા બધાં પણ જે આરંભ-દ્રવ્યોત્પાદન વ્યાપાર તેનો પરિત્યાગ. આના વડે નિરાકાંક્ષાપણું અને નિર્મમત્વ કહ્યું. બધે જ મારાપણાની બુદ્ધિનો પરિહાર.
આના વડે પાંચ મહાવ્રતની દુષ્કરતા કહી. નરકાદિમાં જે જોડે છે તે સંનિધિ - ઘૃતાદિને ઉચિતકાળ અતિક્રમીને રાખી મૂકવા. તેનો જે સંચય તે સંનિધિ સંચય. તેને વર્જવો પણ દુષ્કર છે. આના વડે છઠ્ઠા વ્રતની દુષ્કરતા કહી.
ક્ષુધા ઈત્યાદિ પરીષહો બતાવ્યા. અહીં દંશ-મશકથી તેના વડે ખવાતા ઉત્પન્ન થયેલ દુઃખાનુભવરૂપ વેદના. દુઃખ શય્યા-વિષમ કે ઉનૃતત્વાદિ દુઃખ હેતુ વસતિ. તાડના - હાથ વડે મારવું, તર્જના - આંગળી ઘૂમાવવી આદિ, વધ - ચાલુકાદિ પ્રહાર, બંધ - મયૂરબંધ આદિ, તે રૂપ પરીષહ. યાચના આ બધામાં દુઃખ છે.
કપોત - પક્ષી વિશેષ. તેની જે વૃત્તિ - નિર્વાહનો ઉપાય. જેમ તે નિત્ય શંકિત થઈને કણ-કીટકાદિના ગ્રહણમાં પ્રવર્તે છે. એ પ્રમાણે ભિક્ષુ પણ એષણા દોષની આશંકાથી ભિક્ષાદિમાં પ્રવર્તે તે દુરનુચર હોવાથી કાયરોના મનને વિદારતી હોવાથી દારુણ કહી. ઉપલક્ષણ થકી બધાં ઉત્તર ગુણો લેવા. બ્રહ્મચર્ય વ્રતની દુર્ધરતા જે ફરીથી કહી છે તે તેના અતિ દુષ્કરત્વને જણાવવા માટે છે.
હવે ઉપસંહાર કહે છે – સાતાને ઉચિત તે સુખોચિત, સુકુમાર - અકઠિન દેહ, સુમજ્જિત - સારી રીતે સ્નાન કરેલ. તેથી તું અનંતર કહેલ ગુણના પાલનમાં સમર્થ થઈ શકતો નથી. - X - ફરી પણ અસમર્થપણાને ઉદાહરણ વડે સમર્થન આપવા કહે છે - જે મુનિપણાને સ્વીકારે છે તેને ક્ષણવાર પણ વિશ્રામ મળતો નથી. કેમકે યતિગુણોનો ભાર એ લોઢાના ભાર સમાન વહન કરવો દુર્વહ છે. તું સુખોચિત હોવાથી તે વહી શકશે નહીં.
આકાશમાં ગંગાના શ્રોતવત્‌ દુસ્તર છે. આ લોકરૂઢિથી કહેલ છે, તથા પ્રતિશ્રોત - જળપ્રવાહને પાછો વાળવા સમાન દુસ્તર છે. બે ભૂજા વડે સમુદ્રને પાર જવું તે પણ દુષ્કર છે. કેવો સમુદ્ર? જ્ઞાનાદિ ગુણો રૂપ સમુદ્ર, અહીં મન, વચન, કાયાની નિયંત્રણાને દુષ્કરત્વનો હેતુ છે. નિરાસ્વાદ-વિષયગૃદ્ધોને વૈરના હેતુપણાથી નીરસ છે
સર્પની જેમ એકાંત - નિશ્ચય જેનો છે તેવી દૃષ્ટિ તે એકાંતદૃષ્ટિ, તેના વડે એકાંત બુદ્ધિને આશ્રીને આ એકાંત દૃષ્ટિક કે ચારિત્ર દુષ્કર છે. કેમકે વિષયોથી મનને દુર્નિવારત્વ છે. લોઢાના યવ, જેમ તેને ચાવવા દુષ્કર છે, તેમ ચારિત્ર પાલન દુષ્કર છે. અગ્નિની ઉજ્જવલ જ્વાલા તે બળતી હોય, તેને પી જવાનું દુષ્કર છે, તેમ ચારિત્ર પાલન દુષ્કર છે. ઈત્યાદિ ઉપમા વડે ચારિત્ર પાલનની દુષ્કરતાઓને સૂત્રકારે બતાવી છે.
અનુપશાંત - ઉત્કટ કષાય વડે, અહીં દમસાગર શબ્દોથી તેનું પ્રાધાન્યત્વ જણાવવા કેવલ ઉપશમને સમુદ્રની ઉપમા બતાવી. પૂર્વે ગુણોદધિ કહ્યું. તેથી આના વડે નિઃશેષ ગુણોવાળાને કહ્યું છે.
આ બધાં કારણોથી તારુણ્યમાં પ્રવ્રજ્યા દુષ્કર છે. તેથી ભોગ ભોગવવા માટે માતા-પિતાએ ઉપદેશ આપ્યો. ભોગ-શબ્દાદિ પંચક સ્વરૂપ છે. હે પુત્ર! ભોગો ભોગવીને પછી વૃદ્ધત્વમાં દીક્ષા લે. તેમના વચનો સાંભળીને જે મૃગાપુત્રએ કહ્યું, તે બતાવે છે –

Linked texts (2)