Uttarajjhayana 1129
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1129
- Language
- Gujarati
1129
વિવેચન–૬૫૮ થી ૬૮૮
આ એકત્રીશ સૂત્રનો સૂત્રાર્થ કહ્યો. વિશેષ એ કે–માતાપિતાએ અનંતર ગાથામાં જે કહ્યું, તેના ઉત્તરમાં મૃગાપુત્ર આ પ્રમાણે કહે છે–
હે માતા-પિતા! આ આમંત્રણ પદ છે. આપે જે કહ્યું જે પ્રવ્રજ્યા દુષ્કર છે. તે સત્યતાને અનતિક્રાંત અને અવિતથ છે તો પણ આ લોકમાં નિસ્પૃહને, આલોક શબ્દથી ઐહલૌકીક સ્વજન, ધન, સંબંધાદિ ગ્રહણ કરાય છે. જેમાં અતિ કષ્ટ વિદ્યમાન નથી તે શુભાનુષ્ઠાન જ છે. દુરનુષ્ઠેય કહ્યું, તે ભોગાદિની સ્પૃહાવાળાને જ આ દુષ્કરપણે છે.
નિઃસ્પૃહતાના હેતુને કહે છે – સામાન્યથી સંસારનું દુઃખરૂપત્વ કહ્યું. અહીં શારીર-માનસમા થતી તે શારીરિક, માનસિક વેદના તે પણ અસાતા રૂપ જાણવી, તે દુઃખ ઉત્પાદક અને રાજ વિડ્વરાદિ જનિત છે. જરા અને મરણ વડે અતિ ગહનપણાથી કાંતાર રૂપ છે. તેમાં દેવાદિ ચારે ભવોના અવયવોથી ચાતુરંત - સંસાર, તેમાંથી ઉત્પન્ન વેદના સહી છે, તે અતિ દુઃખ જનકત્વથી રૌદ્ર છે. જ્યાં ઉત્કૃષ્ટ શારીરિક માનસિક વેદના સહી છે તે આ પ્રમાણે સૂત્રો વડે કહેલી છે –
આ મનુષ્ય લોકમાં અગ્નિ ઉષ્ણ અનુભવાય છે, તેનાથી તે અનુભૂત વેદના અનંતગુણ છે, જ્યાં હું ઉત્પન્ન થયો. ત્યાં બાદર અગ્નિના અભાવથી પૃથ્વીનો તથાવિધ સ્પર્શ છે. ઉષ્ણ અનુભવરૂપથી દુઃખરૂપે મેં વેદેલી છે. અગ્નિથી અનંતગુણ વેદના મેં નરકમાં અનુભવેલી છે, તેમ યોજવું. આ મનુષ્યલોકમાં માઘ માસાદિમાં સંભવતા હિતકણથી થતી આત્યંતિક વેદના પરિગ્રહણ કરાય છે. તેનાથી અનંતગણી તે પૂર્વવત્ જાણવી.
કુંદુકુંભી, તે પકાવવાનું, લોઢાનું વાસણ વિશેષ છે. દેવ માયાકૃત અગ્નિ એવા મહાદવાગ્નિ વડે સંકાશ - અતિ દાહકતાથી સદૃશ તેમાં, અહીં અન્ય દાહકતરનો અસંભવ હોવાથી આવી ઉપમા આપેલી છે. અન્યથા આ અગ્નિથી અનંતગુણ જ ત્યાં ઉષ્ણ પૃથ્વીનો અનુભાવ કહ્યો.
મહુ વાલુકાની જેમ, વજ્રવાલુકા નદી સંબંધી રેતી - X - જે નરક પ્રદેશમાં છે તે પ્રમાણે કદંબ વાલુકા નદીની રેતી મહાદવાગ્નિ સદૃશ યોજવી. ઉર્ધ્વ - ઉપર વૃક્ષ શાખાદિમાં નિયંત્રિત, જેથી અહીંથી તે નાસી ન જાય, અબાંધવની જેમ અશરણતા કહે છે - કરવત, ક્રકચ તેનાથી ખેદ, ક્લેશ અનુભવેલ છે. પરમાધામી વડે કર્ષણ કે અપકર્ષણથી દુઃસહ્ય છે.
ઈક્ષુ - તેની જેમ, આક્રંદન કરતો, હિંસાદિ વડે ઉપાર્જિત સ્વકર્મો વડે - જ્ઞાનાવરણાદિથી પાપાનુષ્ઠાનને કારણે યંત્રમાં પીલેલો છે.
કૂવંત - કૂંજન, કોલસૂણય - સૂકર સ્વરૂપધારી કાળા અને કાબરચીતરા પરમાધામી વિશેષથી જમીને પટકાવાયો, જીર્ણ વસ્ત્રની જેમ ફડાયો, વૃક્ષની જેમ ઉભય દાંતાવાળી કરવતથી છેદાયો. પ્રહરણ વિશેષથી અહીં-તહીં ચલિત કરાયો. વળી અતસ્ત જેનો કૃષ્ણ વર્ણ છે તેવી તલવાર અને પ્રહરણ વિશેષથી બે ટૂકડા કરાયા, વિદારાયો, સૂક્ષ્મ ખંડ કરાયો. અથવા ઉર્ધ્વ છેદાયો, તિરછો છેદાયો, વિવિધ પ્રકારોથી ઉર્ધ્વ અને તીરછો નરકમાં અવતારાયો.
પાપકર્મ વડે - તે હેતુ દર્શન પાપના પરિહારને માટે છે.
લોહરથ - લોહમય શકટમાં મને જોડાયો. પરમાધાર્મિકો વડે૦ એ વાક્ય બધે જોડવું. કદાચિત્ દાહના ભયથી ત્યાંથી નાસી જાય તો, તેથી કહે છે – સમિલા સહિતનું યુગ જેમાં છે તે, અથવા તેમાં સમિલા યુક્ત, બળતા એવા સમિલા યુગમાં પ્રેરિત, પ્રાજનક બંધન વિશેષથી મર્મ ઘટ્ટન અને આહનન વડે હણે છે. રોજસ - પશુ વિશેષ તેની જેમ ભૂમિ ઉપર પડાતો, ચાબૂક આદિથી પીટાતો, અગ્નિમાં બળાતો જાણવો. ક્યાં? પરમાધાર્મિક વડે નિર્મિત ઈંધન સંચય રૂપ ચિતામાં બાળે. ભેંસની જેમ બાળીને ભસ્મસાત કરે છે, પકાવે છે. જેનું મુખ સાણસા તુલ્ય છે તથા લોહવત્ નિષ્ઠુર છે, તેવા મુખવાળા તે લોહતુંડ પક્ષી - ઢંક કે ગીધ વડે, આ પક્ષી વૈક્રિય લેવા. કેમકે ત્યાં તિર્યંચોનો અભાવ છે. તે પક્ષી વડે છેદાયો-ભેદાયો.
આવી રીતે કદર્થના પમાડાતા તેને તૃષા ઉત્પન્ન થાય તેમાં તો કહેવાનું જ શું હોય? તૃષ્ણા વડે ગ્લાનિને પામેલા તે તૃષ્ણાક્રાંત, તે હું પાણી પીશ એમ વિચારતા ક્ષુરધારા વડે અતિ છેદકતાથી વૈતરણા જળના તરંગો વડે વિપાટિત કે વિપાદિત થયો - વિનાશ કરાયો.
વજ્રવાલુકાદિ સંબંધી ઉષ્ણ તાપ વડે આભિમુખ્યતાથી તપ્ત થઈને, ખડ્ગની જેમ ભેદકતાથી છેદાતા પર્ણોની જેમ, તથા મુદ્ગરાદિ આયુધ વિશેષોથી નાશ કરાયો. આશા - મનોરથ રૂપ, તે જવાથી ‘ગતાશ’ થાય છે. ભગ્ન ગાત્રથી તે દુઃખને પામે છે. કલ્પિત વસ્ત્રવત્ ખંડિત. કલ્પની વડે પાડેલ - બે ટૂકડા કરેલ, ઉર્ધ્વમાં છુરીકા વડે છિન્ન - ખંડિત. એ પ્રમાણે આયુક્ષયથી મૃત્યુ પામતા અથવા ક્ષુરાદિથી ચામડી ઉતરડાયેલ છે. પાશ - કૂટજાળ, તે બંધન વિશેષથી પરવશ, ગ્રહણ કરાતો બંધન વડે બંધાતો, બાહ્યપ્રચાર નિષેધ વડે રુંધાતો વિનાશિત થાય. ગલ અને મકર આકાર અનુસરી પરમાધાર્મિક વડે વિરચિત જાળો વડે, ગળાથી પકડાતો અને મકર ગૃહીત જાળ વડે પડાતો અથવા મકર જાળ વડે ગૃહીત છતાં મરાતો, તથાવિધ શ્યેનાદિ જાળથી બંધાતો, વજ્રલેપાદિથી અર્થાત્ શ્લેષ દ્રવ્યો વડે ચોંટાડાતો. અથવા પક્ષીની જેમ પકડીને, વિદંશક જાળ વડે બંધાઈને લેપદ્રવ્યો વડે ચોંટાડીને મરાયો હતો. સૂક્ષ્મ ખંડો કરાયા હતા અને વૃક્ષની જેમ ચામડી ઉતારાય છે.
થપ્પડ અને મુઠ્ઠી વડે મરાય છે, લુહારની જેમ ઘણ આદિથી ટીપાય છે. મરાય છે, છિન્ન-ભિન્ન કરાય છે. પ્રક્રમથી પરમાધાર્મિકો વડે તપ્ત તામ્રાદિ વિકુર્વીને અથવા પૃથ્વી અનુભાવ રૂપથી કલકલ શબ્દ કરતો અતિ ઉકાળાય છે. ત્યારપછી પરમાધામી તેને કહે છે - હે! તને માંસના ટૂકડાને તે પણ પકાવાયેલા બહુ પ્રિય હતા ને? એમ કહી તે નારકીના એટલે કે મારા જ શરીરનું માંસ છેદીને અતિ તપ્ત એવા માંસ મને ખવડાવતા હતા. મદ્યાદિ મને પ્રિય હતા, તે યાદ કરાવીને બળતા એવા અતિ ઉષ્ણ ચરબી અને લોહી મને પીવડાવતા હતા.
નરકની વક્તવ્યતાનો ઉપસંહાર કરતા કહે છે - અહીં ભયથી ત્રસ્ત થઈને, ઉદ્વેગ પામીને જ વિવિધ દુઃખોને પામ્યો. વ્યથિત થયો. - X - તીવ્ર અનુભાગથી તે જ ઉત્કટ, પ્રગાઢ, ઘોર, રૌદ્ર. અત્યંત દુરધ્યાસ વેદના અનુભવી. મહતી ભયપ્રદ વેદના વેદી. આ બધાં એકાર્થક અથવા અત્યંત ભય ઉત્પાદનને માટે કહેલાં શબ્દો છે.
વળી તે વેદના કઈ રીતે અતિ તીવ્રાદિ રૂપ હતી, તે આશંકાથી કહે છે કે - આ અતિ વેદનાની અપેક્ષાથી નરકની દુઃખ વેદના અનંતગુણ હતી. વળી મેં કેવળ આ નરકની દુઃખ વેદના જ અનુભવી નથી, પરંતુ બધી જ ગતિમાં પુનઃ નિગમન દ્વારથી કહે છે – આ અસાતા દુઃખરૂપ વેદના મધ્યે આંખના પલકારા માત્ર જેટલો કાળ પણ મેં સાતા સુખરૂપ વેદના ન અનુભવી, તત્ત્વથી અહીં વૈષયિક સુખ અસુખ જ છે. કેમકે ઈર્ષ્યાદિ અનેક દુઃખથી વિદ્ધ થઈને વિપાક દારુણપણાથી તેમાં કોઈ સુખ નથી.
આ આખા પ્રકરણનો આશય આ છે કે - જે મેં આંખના પલકારા માત્ર જેટલો કાળ પણ સુખ ન મેળવ્યું, તો પછી હું કઈ રીતે સુખોચિત કે સુકુમાર કહેવાઉં? જેણે નરકમાં અતિ ઉષ્ણ અને શીતાદિ મહાવેદના અનેક વખત સહન કરી, તેને મહાવ્રત પાલન કે ક્ષુધાદિ સહેવા તેમાં કઈ બાધા થવાની? તત્ત્વથી તે પરમ આનંદનો હેતુ છે. તેથી મારે પ્રવ્રજ્યા જ સ્વીકારવી જોઈએ. તેણે આમ કહ્યું ત્યારે...
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati