Pramāṇa · Search · About · API

Uttarajjhayana 113

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 113

Language
Gujarati

113

વિવેચન–૩૧
ભિક્ષુ કાળે જ નીકળે, અકાળે નીકળવામાં આત્મક્‌લામનાદિ દોષ સંભવે છે. કાળે જ ભિક્ષા અટનાદિથી પાછા ફરે છે. અર્થાત્‌ અલાભમાં પણ સમયને અનુસ્મરે. મને થોડું મળ્યું કે ન મળ્યું તો પણ લાભાર્થી અટન કરતો ન રહે. ક્યારે? અકાળે. તે ક્રિયાના અસમયે અહીં પડિલેહણાદિ ક્રિયામાં પણ કાલોચિતતા જાણવી. અન્યથા ખેતીની માફક તેના ફળનો અસંભવ છે. આના વડે કાળનિષ્ક્રમણાદિ હેતુ કહ્યો. નીકળીને શું કરે?

Linked texts (2)