Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1132

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1132

Language
Gujarati

1132

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૬૯૦ થી ૬૯૭ [૧૯/૬૯૦ થી ૬૯૭]
[૬૯૦] હે માતા-પિતા! તમે જે કહ્યું તે સત્ય છે, પણ વનમાં રહેતા મૃગ-પશુપક્ષીની ચિકિત્સા કોણ કરે છે?
[૬૯૧] જેમ જંગલમાં મૃગ એકલા વિચરે છે, તેમ હું પણ સંયમ અને તપ સાથે એકાકી થઈ ધર્મનું આચરણ કરીશ.
[૬૯૨] જ્યારે મહાવનમાં મૃગને આતંક ઉપજે છે. ત્યારે વૃક્ષની નીચે બેઠેલા તે મૃગની ચિકિત્સા કોણ કરે છે?
[૬૯૩] કોણ તેને ઔષધી આપે છે? કોણ સુખવાર્તા પૂછે છે? કોણ આહાર લાવી આપે છે?
[૬૯૪] જ્યારે તે સ્વસ્થ થાય છે, ત્યારે સ્વયં ગોચર ભૂમિમાં જાય છે અને ખાવા પીવાને માટે ગહન ઝાડી અને જળાશયોને શોધે છે.
[૬૯૫] તે નિકુંજો અને જળાશયોમાં ખાઈ-પીને મૃગચર્યા કરતો તે મૃગ પોતાની મૃગચર્યાએ ચાલ્યો જાય છે.
[૬૯૬] રૂપાદિમાં અપ્રીતિબદ્ધ, સંયમને માટે ઉદ્યત ભિક્ષુ સ્વતંત્ર વિચરતો મૃગચર્યાવત્‌ આચરણ કરીને મોક્ષમાં ગમન કરે છે.
[૬૯૭] જેમ મૃગ એકલો અનેક સ્થાને વિચરે છે, રહે છે, સદૈવ ગોચર ચર્યાથી જીવન યાપન કરે છે, તેમજ ગૌચરી ગયેલ મુનિ કોઈની નિંદા કે અવજ્ઞા ન કરે.

Linked texts (1)