Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1133

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1133

Language
Gujarati

1133

વિવેચન–૬૯૦ થી ૬૯૭
તમે જે આ નિષ્પ્રતિકર્મતાને દુઃખરૂપ પણે કહી તે બરાબર છે. પણ આ પ્રમાણે પરિભાવના કરવી જોઈએ - રોગોત્પત્તિમાં ચિકિત્સા કોણ કરે છે? કોઈ નહીં, ક્યાં? અરણ્યમાં, કોની? મૃગપક્ષીની. તો પણ તેઓ જીવે છે અને વિચરે છે. તો આ દુઃખરૂપ ભાવ શા માટે? જેમ તે વનમાં એકલા છે, તેમ સંયમ અને તપ વડે ધર્મચરણના હેતુથી એકલો વિચરીશ.
વળી ક્યારેક મોટા અરણ્યમાં કોઈક ક્યારેક કૃપાથી ચિકિત્સા કરે પણ ખરા. સાંભળેલ છે કે કોઈ વૈદ્યએ અટવીમાં કોઈ વાઘના અક્ષુની ચિકિત્સા કરેલી. અથવા તેવા કોઈના અભાવે વૃક્ષની નીચે પડી રહે છે ત્યારે કોઈ ઔષધ આદિના ઉપદેશથી નિરોગી કરતું નથી કે ઔષધ પણ તેને પ્રાપ્ત થતું નથી.
તેનું નિર્વહણ કઈ રીતે થાય? જ્યારે તે સુખી થાય છે, આપમેળે જ રોગાભાવ થાય છે, ત્યારે ગાયની જેમ પરિચીત કે અપરિચીત ભૂભાગની પરિભાવના રહિત ભ્રમણ કરે છે. ત્યાં જે ભક્ષ્ય તૃણ આદિ અને પાન મળે તેની શોધ કરે છે. - X - X - પોતાના ભક્ષ્યને નિકુંજોમાં ખાય છે અને સરોવરોમાં પાણી પીવે છે. એ રીતે પરિમિત ભક્ષણરૂપ ચર્યા કરીને જ સ્વરૂપથી જ મૃગો રહે છે. - X - X -
આ પાંચ સૂત્રો વડે દૃષ્ટાંત કહ્યું. બે સૂત્રો વડે તેનો ઉપસંહાર કહે છે. એ પ્રમાણે મૃગવત્‌ સંયમ અનુષ્ઠાન પ્રતિ ઉદ્યત થઈને તથાવિધ આતંક ઉત્પન્ન થાય તો પણ કોઈ ચિકિત્સા પ્રતિ અભિમુખ ન થાય. પણ મૃગની જેમ કોઈ વૃક્ષ નીચે રહે છે. તે એક જ સ્થાને નહીં, પણ કદાચિત્‌ ક્વચિત્‌ અનિયત સ્થાને રહે છે. ઘર વગરના રહે છે. એ પ્રમાણે સાધુ મૃગચર્યાને ચરીને મૃગની જેમ આતંકના અભાવે ભોજન-પાનને માટે ગૌચરીએ જઈને, તે પ્રાપ્ત ભોજન-પાનથી, વિશિષ્ટ સમ્યગ્‌ જ્ઞાનાદિ ભાવથી શુક્લ દયાને આરૂઢ થઈ શેષ કર્મોને દૂર કરીને ઉર્ધ્વ દિશામાં જાય છે. અર્થાત્‌ સર્વોપરી સ્થાને સ્થિત થાય છે. એ પ્રમાણે - X - મૃગની ઉપમાથી મુનિઓ અહીં-તહીં અપ્રતિબદ્ધ વિહારીપણાથી વિચરીને જાય છે.
મૃગચર્યાને જ સ્પષ્ટ કરતાં કહે છે – જેમ મૃગ એટલે એકત્ર ભોજન-પાન નથી કરતો, એકજ સ્થાને રહેતો નથી પણ સર્વદા ગોચર વડે પ્રાપ્ત આહાર જ આહારે છે તે પ્રમાણે જ મુનિ પણ ભિક્ષાટન માટે પ્રવેશ કર્યા પછી નિકૃષ્ટ અશનાદિ પામતા તેની અવજ્ઞા ન કરે તે તથાવિધ આહાર પામીને પોતાની કે બીજાની નિંદા ન કરે.
અહીં વારંવાર મૃગનું દૃષ્ટાંત પ્રાયઃ તેમના પ્રશમ પ્રધાનત્વથી અપાય છે. તેમ સંપ્રદાય છે. એ પ્રમાણે મૃગચર્યાનું સ્વરૂપ કહ્યું, ત્યારે પિતાએ શું કહ્યું? પિતાના વચન પછી તેણે શું કર્યું?

Linked texts (2)