Uttarajjhayana 1134
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1134
- Language
- Gujarati
1134
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૬૯૮ થી ૭૦૧ [૧૯/૬૯૮ થી ૭૦૧]
[૬૯૮] ‘હું મૃગચર્યાથી ચરીશ.’ હે પુત્ર! ‘જેમ સુખ ઉપજે તેમ કરો.’ આ પ્રમાણે માતા-પિતાની અનુમતિ પામીને, તે પરિગ્રહને છોડે છે.
[૬૯૯] હે માતા! તમારી અનુમતિ પામીને સર્વ દુઃખોનો ક્ષય કરનારી મૃગચર્યાને હું આચરીશ. હે પુત્ર! સુખ ઉપજે તેમ કરો.
[૭૦૦] આ પ્રમાણે તે અનેક રીતે માતાપિતાને અનુમતિને માટે સમજાવીને મમત્વનો ત્યાગ કરે છે, જે રીતે મહા નાગ કાંચળીને છોડે છે.
[૭૦૧] કપડા ઉપર લાગેલી ધૂળની માફક ઋદ્ધિ, ધન, મિત્ર, પુત્ર, પત્ની અને જ્ઞાતિજનોને ફગાવીને સંયમ યાત્રાને માટે નીકળી ગયો.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit