Uttarajjhayana 1135
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1135
- Language
- Gujarati
1135
વિવેચન–૬૯૮ થી ૭૦૧
ગાથાર્થ સ્પષ્ટ છે. વિશેષ એ કે – મૃગની જેમ ચર્યા - ચેષ્ટા, તે નિષ્પ્રતિકર્મતાદિ રૂપને હું ચરીશ. બલશ્રી મૃગાપુત્ર બોલ્યો. માતા-પિતાએ પણ કહ્યું, તને રુચિ હોય, જેમ સુખ ઉપજે તેમ કર. એમ અનુજ્ઞા મળતા તે દ્રવ્યથી ઉપકરણ, આભરણ આદિનો અને ભાવથી છદ્મ આદિ જેનાથી આત્મા નરકમાં જાય, તેનો ત્યાગ કરી, દીક્ષા લે છે. તેમ કહ્યું છે.
આ અર્થને જ વિસ્તારથી કહે છે – સર્વે અશાતા વિમુક્તિ હેતુને, હે માતા! આપની અનુમતિ પામીને૦ મહાનાગ જેમ કાંચળી ઉતારે તેમ તે મમત્વને દૂર કરે છે. આના વડે અંતર્ ઉપાધિ ત્યાગ કહ્યો. હવે બાહ્ય ઉપાધિ ત્યાગ કહે છે – હાથી, ઘોડા આદિ સંપત્તિ, સહોદરને તજીને ઘેરથી નીકળ્યો. અર્થાત્ પ્રવ્રજિત થયો.
આ જ અર્થને સ્પષ્ટ કરતાં નિર્યુક્તિકાર કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati