Uttarajjhayana 1136
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1136
- Language
- Gujarati
1136
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૪૧૮ થી ૪૨૧ + વિવેચન [૧૯/નિર્યુક્તિ-૪૧૮ થી ૪૨૧ + વિવેચન]
મૃગાપુત્રની નિશ્ચયમતિ જાણીને કે – તે એમ જ કરશે, ત્યારે તેમણે કહ્યું – હે પુત્ર! તને ધન્ય છે, જેથી તું વિરક્ત થયો છે. હે પુત્ર! સિંહની જેમ નીકળીને સિંહની જેમ જ વિચરજે. કામભોગથી વિરક્ત થઈને ધર્મનો જ અભિલાષ કરતો વિચરજે. તું જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, નિયમ, સંયમ ગુણોથી, ક્ષાંતિ અને મુક્તિથી વૃદ્ધિ પામજે. સંવેગ જનિત હાસ્ય, મોક્ષગમન બદ્ધ ચિહ્ન રૂપ કવચને ધારણ કરજે. તેણે માતા-પિતાના વચનોને અંજલિ જોડીને સ્વીકાર્યા.
અહીં વૃત્તિકારે કરેલ વૃત્તિમાં પ્રાયઃ ઉક્ત નિર્યુક્તિ અર્થ જ છે. કિંચિત્ વિશેષ આટલું જ છે – જેમ સિંહ પોતાના સ્થાનેથી નિરપેક્ષ જ નીકળે છે પછી તેવી જ નિરપેક્ષ વૃત્તિથી વિચરે છે, તેમ તું પણ વિચરજે. ચારિત્રમાં સમાવિષ્ટ છતાં તપ વગેરેનો ઉપદેશ સામાન્યથી વિશેષને કહે છે. સંવેગ - મોક્ષાભિલાષ, સંવેગ જનિત હાસ્ય - આ મુક્તિનો ઉપાય છે. અર્થાત્ દીક્ષાને ઉત્સવ માનીને પ્રહસિત મુખ, મુક્તિ ગમન માટે બદ્ધ ધર્મધ્વજાદિ, તે જ દુર્વચન શર-પ્રસર નિવારક સન્નાહ છે - X -