Uttarajjhayana 1137
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1137
- Language
- Gujarati
1137
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૭૦૨ થી ૭૦૭ [૧૯/૭૦૨ થી ૭૦૭]
પાંચ મહાવ્રત યુક્ત, પાંચ સમિતિથી સમિત, ત્રણ ગુપ્તિથી ગુપ્ત, બાહ્યાભ્યંતર તપોકર્મમાં ઉદ્યત, નિર્મમ, નિરહંકાર, નિસ્સંગ, ગૌરવ ત્યાગી, ત્રસ સ્થાવર સર્વ ભૂતોમાં સમદૃષ્ટિ, લાભ-અલાભમાં, સુખ-દુઃખમાં, જીવિત-મરણમાં, નિંદા-પ્રશંસામાં, માન-અપમાનમાં સમ, (તથા) ગૌરવ, કષાય, દંડ, શલ્ય, ભય, હાસ્ય, શોકથી નિવૃત્ત, નિદાન અને બંધનથી મુક્ત... આલોક અને પરલોકમાં અનાસક્ત, વાંસલા અને ચંદનના સ્પર્શમાં સમભાવી, અશન કે અનશનમાં પણ સમ... અપ્રશસ્ત દ્વારોથી આવનારા કર્મ પુદ્ગલોનો સર્વથા નિરોધક એવા મહર્ષિ અધ્યાત્મ ધ્યાન યોગથી પ્રશસ્ત સંયમમાં લીન થયા.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit