Uttarajjhayana 1138
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1138
- Language
- Gujarati
1138
વિવેચન–૭૦૨ થી ૭૦૭
છ એ સૂત્રો સ્પષ્ટ જ છે. વિશેષ એ કે – અભ્યંતર તપ તે પ્રાયશ્ચિત્તાદિ, બાહ્ય તપ - અનશનાદિ. પ્રધાન હોવાથી પહેલાં અભ્યંતરનું ઉપાદાન છે. નિર્મમ - મમત્ત્વ બુદ્ધિ પરિહારથી. નિસ્સંગ - સંગના હેતુ ધનાદિનો ત્યાગ. સમ - રાગદ્વેષ રહિત. લાભાલાભ આદિમાં સમત્વ તે બીજા પ્રકારે સમત્વ કહ્યું. અબન્ધન - રાગદ્વેષ રહિત. તેથી જ આલોક અને પરલોકમાં અનિશ્રિત અર્થાત્ આલોક કે પરલોકાર્થે અનુષ્ઠાનવાન નહીં. વાંસળા કે ચંદન સ્પર્શમાં સમાન ઈત્યાદિ દ્વારા પણ સમત્વ કહ્યું છે. - X - X - અનશન એટલે ભોજનના અભાવમાં કે કુત્સિત અશન ભાવમાં પણ સમાન. એ પ્રમાણે બધામાં સમભાવને દેખાડ્યો.
પ્રશંસા ન પામે તેવા કર્મના ઉપાર્જન ઉપાય - હિંસા આદિથી, કર્મ સંલગ્નરૂપ બધાં આશ્રવો, તેના દ્વારોને બંધ કરેલ છે તેવો વિહિત આશ્રવ અથવા સર્વે અપ્રશસ્ત દ્વારોથી નિવૃત્ત. પછી આત્મામાં શુભ ધ્યાન વ્યાપાર રૂપ યોગ તે અધ્યાત્મ ધ્યાન યોગોથી૦ અહીં અધ્યાત્મ ગ્રહણ, પરસ્થાને તેમને કંઈ કરવાનું નથી માટે કહેલ છે. પ્રશસ્ત તે પ્રશંસા પ્રાપ્ત, દમ - ઉપશમ, શાસન - સર્વજ્ઞના આગમ રૂપ.
હવે તેનું ફળ દર્શાવે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati