Pramāṇa · Search · About · API

Uttarajjhayana 115

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 115

Language
Gujarati

115

વિવેચન–૩૨
પરિપાટી - ગૃહપંક્તિ. આ પંક્તિમાં રહેલા ભિક્ષાર્થે એકત્ર થયેલા હોય, ત્યાં ઉભા ન રહે, જેથી દાયકદોષનો પ્રસંગ ન આવે. અથવા ભોજન માટે બેઠેલા પુરુષાદિ સંબંધી પંક્તિમાં ન ઉભો રહે. જેથી અપ્રીતિ, અદૃષ્ટ કલ્યાણના આદિ દોષ સંભવે છે. પણ ભિક્ષુ ગૃહસ્થ દ્વારા અપાતા, તેમાં રહેલાં દોષોના અન્વેષણરૂપ એષણા સમિતિને સેવે. આના વડે ગ્રહણૈષણા કહી. કેવે દત્તૈષણા આચરે? પ્રધાનરૂપ. અથવા પૂર્વના મુનિએ આચરેલ. ઈત્યાદિ - X - X - થી ગવેષણા વિધિ કહી. ગ્રાસૈષણા વિધિ કહે છે – પરિમિત ભોજનથી, જેથી સ્વાધ્યાય વિઘાતાદિ ઘણાં દોષ ન થાય. કાલ - નમસ્કારથી પારીને, જિન સંસ્તવ કરીને, સજ્ઝાય પ્રસ્થાપીને ક્ષણવાર મુનિ વિશ્રામ કરે. ઈત્યાદિ આગમોક્ત વિધિથી ભોજન કરે. જ્યાં અન્ય ભિક્ષુ સંભવતા નથી, તેની વિધિ કહી. જ્યાં પૂર્વે આવેલા ભિક્ષુ સંભવે છે, તેની વિધિ કહે છે –

Linked texts (2)