Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1156

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1156

Language
Gujarati

1156

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૭૨૪ થી ૭૨૭ [૨૦/૭૨૪ થી ૭૨૭]
[૭૨૪] હે શ્રેણિક! તું સ્વયં અનાથ છે. હે મગધાધિપ! જ્યારે તું સ્વયં અનાથ છે, તો કોઈનો નાથ કેવી રીતે બની શકીશ?
[૭૨૫] પહેલેથી વિસ્મિત રાજા, મુનિના અશ્રુત પૂર્વ વચનો સાંભળીને અધિક સંભ્રાંત અને અધિક વિસ્મિત થઈને બોલ્યો કે–
[૭૨૬] મારી પાસે ઘોડા, હાથી, માણસો, નગર અને અંતઃપુર છે. હું મનુષ્ય જીવનના બધાં સુખો ભોગવી રહ્યો છું. મારી પાસે શાસન અને ઐશ્વર્ય પણ છે.
[૭૨૭] આવી શ્રેષ્ઠ સંપત્તિ, જેના દ્વારા બધાં કામભોગ મને સમર્પિત છે, તો હું કઈ રીતે અનાથ છું. હે ભદંત! આપ જૂઠ્ઠું ન બોલો.

Linked texts (1)