Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1157

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1157

Language
Gujarati

1157

વિવેચન–૭૨૪ થી ૭૨૭
સૂત્ર સુગમ છે. પહેલાંની ઘટનાથી જ તે શ્રેણિક નરેન્દ્ર વિસ્મયવાળો હતો. પૂર્વે પણ રૂપાદિ વિષયથી વિસ્મય યુક્ત એવો તે ‘તું પણ અનાથ છો.’ એવું સાંભળીને સાધુના આવા અશ્રુતપૂર્વ વચનોથી અતિ આકુળ અને અતિ વિસ્મયવાળો થઈને બોલ્યો - મારે અશ્વ આદિ છે. માનુષી ભોગો, અસ્ખલિત શાસનરૂપ દ્રવ્યાદિ સમૃદ્ધિ અથવા આજ્ઞા વડે પ્રભુત્વ છે. ઉક્ત રીતે મારે પ્રકર્ષ સમૃદ્ધિ છે, તેમાં સંપદાનો લાભ, સમર્પિત સર્વ કામ છતાં કયા પ્રકારે હું અનાથ છું. તો હે ભદંત! તમે જૂઠ્ઠું ન બોલો. તે સાંભળીને મુનિ બોલ્યા –

Linked texts (2)