Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1159

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1159

Language
Gujarati

1159

વિવેચન–૭૨૮ થી ૭૪૭
વીસ સૂત્રો કહ્યા, તેમાં વિશેષાર્થ આ પ્રમાણે –
હે રાજન્‌! તું અનાથ શબ્દનો અર્થ જાણતો નથી. અભિધેય, ઉત્થાન કે મૂળ ઉત્પત્તિ જાણતો નથી. કે કયા અભિપ્રાયથી મેં આમ કહેલ છે. પ્રકૃષ્ટ ઉત્થાનરૂપ જે રીતે અનાથ કે સનાથ કહ્યું તે તું જાણ. હું તે કહું છું. જે રીતે આ અનાથત્વને મેં પ્રરૂપિત કરેલ છે. આના વડે ઉત્થાન કહ્યું.
પુરાણપુર - સ્વગુણ વડે અસાધારણપણાથી ભેદ વડે વ્યવસ્થાપિત એવી પ્રધાન નગરી હતી. જેનું કૌશાંબી નામ હતું. તે પોતે પણ પ્રચૂર ધની હતા.
મારી યૌવન વય હતી, તે વખતે ચક્ષુરોગ જનિત એવી અતુલ વેદના - વ્યથા મને થઈ. તેથી સર્વ અંગોમાં વિપુલ દાહ થતો હતો. શરીરના વિવર - કર્ણ આદિ. તેના અંતરમાં તે વેદના પ્રવેશી. અહીં શરીરના વિવરોનું ગ્રહણ તેના અતિ સુકુમાલપણાથી ગાઢ વેદના દર્શાવવા કરેલ છે. આ અક્ષિવેદના શસ્ત્રવત્‌ મને અબાધા પહોંચાડતી હતી. ત્રિક - કટિભાગ, અન્તરા - મધ્યભાગમાં મને તે પીડા થતી હતી. એ પ્રમાણે બીજી પણ ઈન્દ્રવજ્ર સમાન અતિદાહોત્યાદકત્વથી તે વેદના ઘોર-બીજાને પણ દેખાય તેવી ભય ઉત્પાદક અને પરમ દારુણ વેદના હતી.
તો શું ઉપસ્થિત વેદના પ્રતિ કોઈ પ્રતિકાર ન કર્યો? મારા જે પ્રાણાચાર્ય અર્થાત્‌ વૈદ્યો, વિદ્યા અને મંત્રો વડે વ્યાધિનો પ્રતિકાર કરનાર, અનન્ય સાધારણપણાથી અર્થાત્‌ તેવા પ્રકારના બીજાના અભાવથી શસ્ત્રોમાં કુશલ અને મંત્ર અને મૂલ-ઔષધિમાં વિશારદ વૈદ્યો હતા. તેઓ માત્ર હતા તેમ નહીં પણ મારી ચિકિત્સા કરતા હતા. તે પણ ચતુષ્પાદ - વૈદ્ય, રોગી, ઔષધ અને પરિચારક રૂપ ચાર પ્રકારે હિતને અતિક્રમ્યા વિના, ગુરુ સંપ્રદાયથી આવેલ વમન અને વિરેચકાદિ રૂપે કરી. એ પ્રમાણે કરવા છતાં મને એવા પ્રકારના રોગથી જનિત અસાતાથી મૂકાવી ન શક્યા. આ દુઃખ વિમોચન રૂપ મારી અનાથતા છે.
બીજું, સર્વસાર વસ્તુરૂપ તેમને આપ્યા. એવું ન હતું કે માત્ર આદરવાન્‌ પણાથી દુઃખને મુક્ત કરતા હતા. તથા પુત્ર વિષય શોક કે અરેરે! મારો આ દુઃખી પુત્ર કઈ રીતે આ ઉત્પન્ન દુઃખથી પીડિત છે. તેથી પુત્રશોકથી દુઃખાર્તકે દુઃખાર્દિત છે. તથા સહોદર પોતાના જ ભાઈઓ અને બહેનો, મારી પત્ની કે જે મારામાં અનુરાગવાળી હતી, અનુવ્રતા - કુળને અનુરૂપ આચારવાળી કે પતિવ્રતા હતી, વયને અનુરૂપ હતી. તેણી પણ મારા અતિપ્રધાન વક્ષઃ ને આંસુ વડે ચોતરફથી પલાળતી રહી. એવી પત્ની કે જે ગંધોદકાદિ સ્નાન, મારા જાણવા કે ન જાણવા છતાં પણ કરતી ન હતી. આ બધાં દ્વારા પત્નીની સદ્ભાવતા બતાવી. મેં ઉક્તરૂપ અક્ષિ રોગાદિ મેં પ્રાપ્ત કર્યો. ત્યારે તે અભિનવ યૌવના પણ તે ભોગાદિ સેવતી ન હતી. પણ સદા મારી સંનિહિત રહેતી હતી. આના દ્વારા પત્નીની અતિ વાત્સલ્યતા બતાવી. (તો પણ મારી વેદના દૂર ન થઈ. તે હતી મારી અનાથતા.)
આ રીતે રોગ પ્રતિકાર કરવા છતાં, તે દુઃસહા વેદના હું ફરી-ફરી તે રોગ વ્યથાને અનુભવતો - વેદતો હતો. ત્યારે કોઈ વખતે મને વિચાર આવ્યો કે જો હું આ વિપુલ વેદનાથી મુક્ત થાઉં તો –
ક્ષમાવાન્‌ ઈન્દ્રિય અને નોઈન્દ્રિય દમન વડે પ્રવ્રજ્યા લઈશ. કેવી પ્રવ્રજ્યા? ગૃહથી નીકળીને અનગારતા રૂપ-ભાવ ભિક્ષુતા રૂપ અંગીકાર કરીશ. જેથી સંસારનો મૂલથી ઉચ્છેદ કરવાથી વેદનાનો સંભવ ન રહે, તે ભાવછે
એ પ્રમાણે માત્ર બોલીને નહીં, પણ વિચારીને હું સૂઈ ગયો. એ પ્રમાણે રાત્રિ વીતાવ્યા પછી, વેદના ઉપશાંત થતાં, નિરોગી થઈ, પ્રભાતે અર્થાત્‌ ચિંતાદિની અપેક્ષાથી બીજા દિવસે હું પ્રકર્ષથી નીકળ્યો અર્થાત્‌ પ્રવ્રજિત થયો.
એટલે કે અનગારિતાનો સ્વીકાર કર્યો. ત્યારપછી પ્રવ્રજ્યાના સ્વીકાર પછી હું નાથ થયો, યોગ ક્ષેમને કરવા સમર્થ થયો. પોતાને કે બીજા પુરુષાદિને, બધાં ત્રસ સ્થાવર જીવોનો નાથ થયો.
પ્રવ્રજ્યા સ્વીકાર પછી કઈ રીતે તમે નાથ થયા, પૂર્વે નહીં?

Linked texts (2)